ડ્રગ્સ મુદ્દે અમદાવાદમાં સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. અમદાવાદ લેડી ટ્રગ ડીલરની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ માફિયા અફાક બાબા સાથે પણ અમીના બાનું સંપર્કમાં હતા. SOG અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું દિલ ધડક સફળ ઓપરેશન જોવા મળ્યું. SOGના 10થી 15 પોલીસ અધિકારી આ ઓપરેશનમાં સામેલ હતા. ફિલ્મી ડબ્બે એસઓજી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું સફળ ઓપરેશન પાર પાડ્યું.
- અમદાવાદ લેડી ટ્રગ ડીલરની ધરપકડ
- ડ્રગ માફિયા અફાક બાબા સાથે અમીના બાનું સંપર્કમાં
- SOG અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું દિલ ધડક ઓપરેશન
મુંબઈથી અમદાવાદ અમીનાબાનુ ડ્રગ મંગાવતી હતી. અમીના બાનુને પકડવા પોલીસે પકોડી વાળાનો અને ભિક્ષુકનો વેશ ધારણ કર્યો હતો. દિવસમાં 400 થી 500 ગ્રામ ડ્રગ્સ વેચતી હતી. મુંબઈની સાદાબ બટાકા ગેંગ સાથે સંકળાયેલી છે અમીના બાનું. અમીના બાનુની ગેંગમાં 100 થી વધુ લોકો કામ કરી રહ્યા હતા. કાલુપુરથી અમીના બાનુની ધરપકડ કરવામાં આવી છે. સાથે તેનો સાગરીત સમીર બોન્ડની પણ ધરપકડ કરવામાં આવી છે.