સણોસરા પાસે કૃષ્ણપરા ગામે શ્રી તપસ્વીબાપુના આશ્રમમાં ધર્મ સંસ્કાર પ્રવૃત્તિ વિવિધ પર્વ તિથિ ઉજવણી સાથે ચાલી રહેલ રામરોટી ગોહિલવાડ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીના સ્મરણ સાથે સણોસરા નજીક વસેલા કૃષ્ણપરામાં સામાજિક ધાર્મિક સંસ્કાર પ્રવૃત્તિ માટે શ્રી તપસ્વીબાપુના આશ્રમમાં સેવકો કાર્યરત રહે છે. રાજસ્થાનના સિરોહી વિસ્તારના રાજવી પરિવારમાંથી ગોહિલવાડના આ સણોસરા પાસે કૃષ્ણપરા ગામે લગભગ ૩૮ વર્ષ પહેલાં શ્રાવણ માસમાં આગમન થયું શ્રી તપસીબાપુનું. આ ગામના ભાવિક ખેડૂત શ્રી રૂપશંગભાઈ નાનજીભાઈ ગોહિલે પોતાના ખેતર વાડીમાં ઉતારો આપી, સેવા પૂજામાં જોડાયા. આ દરમિયાન જ આ મહારાજ માટે વધુ જગ્યા ફાળવી આશ્રમ નિર્માણ પણ કરી આપ્યો. શ્રી તપસ્વીબાપુ એટલે 'તપસીબાપુ'. આ તપસીબાપુએ આશ્રમે ભગવત સ્મરણ સાથેની સ્વાભાવિક સાધના શરૂ રાખી અને આજે અહીંયા શ્રી હનુમાનજી મંદિર અને સાધુ નિવાસ વગેરે નિર્માણ થયેલા છે. શ્રી તપસ્વીબાપુના દેહાવસાન પછી સેવકો દ્વારા સમાધી સ્થાન પણ નિર્માણ કરાયું છે. જમીનના દાતા પરિવારના જ પુત્ર શ્રી હરિશંગભાઈ ગોહિલ પોતાના પિતાએ કરેલા દાનનું ગૌરવ અનુભવી જણાવે છે કે, શ્રી તપસ્વીબાપુની કૃપા સાથે અહોભાવ વ્યક્ત કરતા કહે છે કે, અહીંયા શિવરાત્રી, હનુમાન જયંતિ, ગુરુપૂર્ણિમા તેમજ તપસ્વીબાપુની નિર્વાણ તિથિ ભાવ ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. અહી વિવિધ પર્વ તિથિ ઉજવણી સાથે રામ રોટી ચાલી રહેલ છે. સિહોર તાલુકામાં ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ પર સણોસરા પાસેના આ કૃષણપરા ગામે આ આશ્રમમાં શ્રી તપસીબાપુના દેહાવસાન બાદ શ્રી કૌશિકબાપુ અને તે પછી શ્રી સુરેશબાપુએ આશ્રમની ગાદી સંભાળી હતી. હાલ શ્રી રામદાસજીબાપુના સાનિધ્ય સાથે પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શિવ પૂજા અર્ચના થઈ રહેલ છે. વૃક્ષ છોડ અને રમણીય વાતાવરણ વચ્ચે આ આશ્રમમાં ચાલતી ધર્મ સંસ્કાર પ્રવૃત્તિ દર્શનીય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Weather Update: भीषण गर्मी के बीच आई गुड न्यूज, दिल्ली में आज से लगातार तीन दिन बारिश के आसार
दिल्ली में पिछले कई दिनों से लगातार तापमान में बढ़ोतरी हो रही है। सोमवार को दिल्ली का तापमान 46...
IND vs BAN: Virat Kohli के शतक के बीच चर्चा में Umpire Richard Kettleborough l World Cup 2023
IND vs BAN: Virat Kohli के शतक के बीच चर्चा में Umpire Richard Kettleborough l World Cup 2023
Meghalaya MLA AL Hek sings his own composed Mebaai anthem
BJP MLA AL Hek sings
દાહોદ ઝાલોદ હાઇવે રોડ ઉપર લીમડી નજીક વાકોલ પાટીયા પાસે બે ફોર વ્હીલર ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત
દાહોદ ઝાલોદ હાઇવે રોડ ઉપર લીમડી નજીક વાકોલ પાટીયા પાસે બે ફોર વ્હીલર ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત
લાલજીભાઈ જોશી વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો
લાલજીભાઈ જોશી વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો