પાવીજેતપુર તાલુકાના ખેડા ગામેથી વિદેશી દારૂની ખેપ મારનાર ખેપિયાને ૩૦,૫૧૬/- ના વિદેશી દારૂ તેમજ બાઈક ની કિંમત ૨૦,૦૦૦/- મળી કુલ ૫૦,૫૧૬/- ના મુદ્દામાલ સાથે કદવાલ પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કદવાલ પોલીસને બાતમી મળી હતી કે શટુન વિસ્તારમાં કેટલાક ઈસમો મોટરસાયકલ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરે છે. બાતમી આધારે કદવાલ પોલીસે ખેડા ત્રણ રસ્તા થી બાર ત્રણ રસ્તા તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી નાકાબંધી કરી દેવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન ખેડા ત્રણ રસ્તા તરફથી એક મોટરસાયકલ આવતી હોય અને તેની ઉપર કંતાનના થેલામાં કંઈક ભરીને આવતો હોવાની શંકા જતા તેને કોર્ડન કરી પોલીસે પકડી પાડી, મોટરસાયકલ ઉપરથી ઉતારી તેનું નામ પૂછતા તેને લાલસીંગભાઇ અમરસિંગભાઈ રાઠવા ( ઉ. વ.૨૮ રહે લુણાજા, તા. પાવીજેતપુર જીલ્લો છોટાઉદેપુર )ના હોવાનું જણાવેલ. તેની બાઈક ઉપર બાંધેલ કંતાન ના કોથળાને પોલીસે ચેક કરતા વિદેશી દારૂની ૬૯ નંગ જેટલી બોટલો કિંમત રૂપિયા ૩૦,૫૧૬/- તેમજ બાઈકની કિંમત ૨૦,૦૦૦/- રૂપિયા મળી ૫૦,૫૧૬/- ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, પાવીજેતપુર તાલુકાના ખેડા ગામે થી વિદેશી દારૂની ખેપ મારનાર ખેપિયાને ૫૦,૫૧૬/- ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી કદવાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.