દાહોદ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપતા ફરી હોબાળો મચ્યો.

ભારતીય ટ્રાયબલ પાર્ટીના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા સહિત કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન ન આપવામાં આવતા કોલેજની બહાર ગેટ ઉપર હોબાળો મચાવ્યો હતો ત્યારે મહોલ વધુ ઉગ્ર થતા પોલીસ સાથે રાખી સમાધાનનો નિકાલ લાવતા કોલેજના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ દ્વારા જણાવ્યું તમે આગડે રજુઆત કરો અને એડમીસન આપવાની ખાત્રી આપી હતી મામલો જેથી મામલો થાળે પાડ્યો હતો.ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના પ્રમુખ દેવેન્દ્ર ભાઈ મેડા દ્વારા કલેક્ટરને વિદ્યાર્થીઓને એડમિશનને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ વર્ષે આદિવાસીના છોકરાઓ એડમિશનથી વંચિત થઈ ગયા છે અને તેઓને નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલને એડમિશન આપતા નથી એવા આક્ષેપો ધ્યાને રાખી ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને વિવિધ આક્ષેપો કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆતો કરવામાં આવી હતી ત્યારે આજરોજ સમાધાનનો નિકાલ આવતા ફરી હોબાળો કોલેજ ખાતે મચયો હતો જેમાં પ્રિન્સિપાલ દ્વારા જણાવ્યું કે જેટલા વિદ્યાર્થીઓએ આવેદનમાં શહિયો કરી છે એટલાજ વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મળશે ત્યારે વિદ્યાર્થીઓ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી પ્રમુખ અને વિદ્યાર્થીઓ કોલેજ ખાતે પહોંચી ગયા હતા અને મામલો બિચકયો હતો ત્યારે પોલોસને આવવાની ફરજ પડી હતી.

ત્યારે કોલેજના પ્રિન્સિપાલ થી વાતચિત કરતા જણાવ્યું કે જયારે ધરણા પ્રદર્સન કોલેજની બહાર ગેટ ઉપર કરવામાં આવ્યું હતું તે સમયે હું અને મેનેજમેન્ટ સાથે ગેટ ઉપર જઈ એ લોકોની વાત અમે લોકોએ સાંભળી અને જણાવ્યું કે જેટલાં પણ વિદ્યાર્થીઓ ધરણા પર બેસેલા છે એ વિદ્યાર્થીઓનું કોલેજમાં પ્રવેસમાં હક રેહશે અને જયારે જિલ્લા કલેકટરને જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં પણ 35 થી વધુ જેટલાં વિદ્યાર્થીઓના નામ છે એ તમામને એડમીન આપવા પ્રિન્સિપાલ દ્વારા જણાવી ખાત્રી આપી છે પણ વધુ પૂછતાં કોલેજના પ્રિન્સિપાલ દ્વારા જણાવ્યું કે જે મને આવેદન પત્ર આપ્યું છે એમાં 27 વિદ્યાર્થીઓની સહી છે અને જે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે એમાં 35 થી વધુ સહી છે જયારે મેં યુનિવર્સીટી થી વાત ચિત્ત કરતા યુનિવર્સીટીએ મને 30 વિદ્યાર્થીઓને એડમીન આપવા જણાવ્યું હતું અને જે વધારાના વિદ્યાર્થીઓના નામો છે એ ખોટું છે એમ પ્રિન્સિપાલ દ્વારા જણાવ્યું હતું

હવેં આવનાર સમયમાં જોવાનું રહ્યું કે જે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન નહી મળે તો એમના ભવિષ્યનુ શુ થશે

અને જે પ્રિન્સિપાલ દ્વારા જણાવ્યુ કે જેટલા પણ વિદ્યાર્થીઓ ધરણા પર બેથા છે એટલાજ બાળકોને એડમીન મળસે શુ વાત યોગ્ય છે જે વિદ્યાર્થીઓ ધરણા પર ન્હી બેસીયા જે વિદ્યાર્થીઓની આવેદન પત્ર માં શહીયો નથી એ વિદ્યાર્થીઓને કોલેજ માં એડમિશન નહીં મળે.