ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની ટીમે તા.૧૬/૦૮/૨૦૨૨ ના રોજ વડોદરાના
સાવલી તાલુકાના મોકસી ગામની સીમમા આવેલ નેક્ટર કેમ નામની ફેક્ટરીમાથી ૨૨૫ કિ.ગ્રા.
જેટલો માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો કબ્જે કરી આજ દિન સુધી કુલ ૬ આરોપીઓની ધરપકડ
કરેલ છે. (૧) મહેશ ઉર્ફે મહેશ ધોરાજી ડ/૦ ગોપાલભાઇ વૈષ્ણવ સુરત વરાછા તથા તેના
ભાગીદાર પિયુશભાઇ પટેલ રહે. વડોદરા (૨) પિયુષભાઇ અશોકભાઇ પટેલ ઉરહે ૪૩.વ.-
સીસેન્ટ્રલ પાર્ક ૨૦૩/, ઇવા મોલ પાસે, માંજલપુર, વડોદરા શહેર, (૩) દિલીપ ઉર્ફે દીપક
લાલજીભાઇ વધાસીયા ઉ.વ.૩૩ બ્લોક નં.૬૦૧,સેલીબ્રેશન હાઇટ, ગાર્ડનસીટી ગેટની બાજુમા,
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ભરૂચ (૪) દિનેશભાઇ ઉર્ફે દિનીયો આલાભાઇ ધુવ્ર ઉવ.૫૫ રહે-
કિશાન ચોક રોડ,બાયની વાડી, આંબેડકરવાસ, જામનગર (૫) રાકેશ ઉર્ફે રાકો નરસીભાઇ
મકાણી ઉ.વ.૩૩ રહે- બી/૧/૨૦૧ કેન્ડલ કોર્નર સોસાયટી, નિયમ રેસીડન્સીની બાજુમા,
જી.આઇ.ડી.સી. અંકલેશ્વર, ભરૂચ. (૬) વિજય ઉર્ફે વીજો ઓધવજી વસોયા ઉ.વ.૪૨ રહે.
બી/૪૦૪, કેન્ડલ કોર્નર સોસાયટી, નિયમ રેસીડન્સીની બાજુમા, જી.આઇ.ડી.સી. અંકલેશ્વર,
ભરૂચ. પકડાયેલ તમામ ૬ આરોપીઓના નામદાર કોર્ટમાંથી તા.૨૬/૦૮/૨૦૨૨ સુધીના રીમાન્ડ
મેળવેલ છે.
આ ગુનામા સંડોવાયેલ આરોપીઓની ઝીંણવટભરી પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે
સીન્થેટીક માદક પદાર્થ બનાવવા સારૂ પકડાયેલ આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી ના કહેવાથી
આરોપી દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વધાસીયાનાઓએ સહઆરોપીઓ પિયુષભાઇ
અશોકભાઇ પટેલ તથા મહેશ ઉર્ફે મહેશ ધોરાજીનાઓ કે જેઓ પહેલેથી પાર્ટનર છે, તે બન્નેનો
સંપર્ક મોરબી ખાતેની એક કેમીકલ ફેક્ટરીના માણસો સાથે કરાવી આપેલ. ત્યારબાદ પિયુષ
પટેલ તથા મહેશ ધોરાજીનાઓએ સદર કેમીકલ ફેક્ટરી ના ગોડાઉન માં પેસ્ટીસાઈડ
બનાવવાની આડમાં અલ્ઝાઝોલમ નામના માદક પદાર્થ બનાવવાનું શરૂ કરેલ. આ માદક
પદાર્થ અલ્ઝાઝોલમ બનાવવા માટેની પ્રક્રિયા કુલ સાત સ્ટેજની હોય છે, જે પૈકી પકડાયેલ
આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજની પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલ, જેના પરિણામ સ્વરૂપે
ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2-અમિનો-5-ક્લોરો બેન્ઝોફિનોલ બનવા પામેલ, જે મોરબી ફેક્ટરીના ગોડાઉનમાં પડેલ હોવાની માહિતી મળતા જે માહિતી આધારે ગુજરાત એ.ટી.એસ.ના
અધિકારીઓની ટીમે તા.૧૯/૦૮/૨૦૨૨ ના રોજ મોરબી ખાતે આવેલ સદર કેમીકલ ફેક્ટરીના
ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરી ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2-અમિનો-5-
ક્લોરો બેન્ઝોફિનોલનો ૧૭૦૦ કિ.ગ્રા. જથ્થો કિં. રૂ. ૩૪,૦૦,૦૦૦/- રીકવર કરી સીઝ કરેલ છે.
જે સીઝ કરેલ કેમીકલનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ F.S.L. દ્વારા કરવામાં આવશે.
જે અંગે પકડાયેલ આરોપીઓના ઘર, ફેક્ટરી તથા ગોડાઉન ની સઘન તપાસ સારૂ
ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવી વડોદરા, ભરૂચ તથા સુરત
ખાતે આરોપીઓના ઘરે તેમજ ગોડાઉનમાં રેડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે.
(૧) આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી તથા પિયુષભાઇ અશોકભાઇ પટેલના વડોદરા જિલ્લાના
સાવલી તાલુકાના સાંકરદા ગામમા આવેલ સ્વસ્તીક સીરામીક કંપાઉન્ડમા આવેલ પ્લોટ નંબર
૧૩, ગોડાઉન નંબર ૦૧ માથી મેફેડ્રોન ૪૫ ગ્રામ તથા પ્લાસ્ટીકની ૦૫ ટ્રેમા ચોટેલો મેફેડ્રોન
૩૪ ગ્રામ તથા મેફેડ્રોન તથા અલ્ઝાઝોલમ ડ્રગ્સ બનાવેલ હતુ તેના વેસ્ટ કેમીકલના ડ્રમ આશરે
૭૦ તથા અન્ય કેમીકલ મળી આવેલ છે.
(૨) આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજીના સુરતના રહેઠાણેથી મેફેડ્રોનના વેચાણ પેટે મળેલ રોકડ
નાણા રૂપિયા ૫૦,૦૦,૦૦૦/- તથા એક કિયા સેલ્ટોસ કાર નંબર GJ-18-BN-3364 કિ.રૂ.
૧૨,૦૦,૦૦૦/- ની તથા મોબાઇલ ફોન કબ્જે કરેલ છે.
(૩) આ કામના આરોપીઓએ ભરૂચ સાયખા જી.આઇ.ડી.સી. ખાતે વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી.
કંપનીમા આ ગુનામા કબ્જે કરેલ મેફેડ્રોનનો જથ્થો બનાવેલ હતો ત્યાથી ૦૧ ડ્રમમાથી આશરે
૧૯૫ કિલો જેટલો મેફેડ્રોન બનાવ્યા બાદનો વેસ્ટ મળી આવેલ છે. જેમાથી મેફેડ્રોનની હાજર
શોધાયેલ છે.
(૪) આ કામના આરોપી દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વધાસીયા તથા રાકેશ ઉર્ફે રાકો
નરસીભાઇ મકાણી તથા વિજય ઉર્ફે વીજો ઓધવજી વસોયાના મકાનમાથી ત્રણ મોબાઇલ ફોન
મળી આવતા કબ્જે કરેલ છે.
ઉપરોક્ત સર્ચ ઓપરેશન દરમ્યાન S.O.G. મોરબી, S.O.G. સુરત સીટી, S.O.G. વડોદરા સીટી
તથા S.O.G. ભરૂચની ટીમોને પણ એ.ટી.એસ. ની મદદમાં સાથે રાખવામાં આવેલ.
અગાઉ સને ૨૦૧૬-૧૭ માં પકડાયેલ આરોપીઓ મહેશ તથા પીયુષ નાઓએ મળીને
વડોદરા ખાતેની ફેક્ટરીમાં આ ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડરનું આગળનું સીન્થેસીસ કરી
આશરે ૯ કિ.ગ્રા. જેટલો અલ્ઝાઝોલમ નામનો માદક પદાર્થ બનાવેલ, જે તેઓએ રાજસ્થાનના
સરપંચ તરીકે ઓળખાતા ઈસમને વેચાણ કરેલ, તેમજ ડ્રગ્ઝ ટ્રાફીકીંગમાં સંકળાયેલ ઉપરોક્ત
ગુન્હાહિત ટોળકી દ્વારા અગાઉ મેફેડ્રોન (MD) બનાવીને મુંબઈના ઈબ્રાહીમ હુસૈન ઓડીયા તેમજ
તેના પુત્ર બાબા ઈબ્રાહીમ હુસૈન ઓડીયા તથા રાજસ્થાન ભવાનીમંડી પાસેના જાવીદનાને
વેચાણ કરેલ.
પકડાયેલ આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ
ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (MD) કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ
કરેલ હતો અને એ માટે તેઓને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં
અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુમાં છે.
પ્રતિનિધિ - રવિ બી. મેઘવાલ
#sms #sms01