અમદાવાદ
સરખેજમાં એક ઠગ વેપારીએ 20થી વધુ હોલસેલ વેપારીઓ સાથે રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. દિલ્લીથી ઠગ આરોપી મોહિત જૈન અમદાવાદ સ્થાયી થયો હતો. જે બાદ વેપારીઓનો વિશ્વાસ કેળવી દુકાન ખોલી હતી. જે બાદ હોલસેલના વેપારીઓ પાસેથી સામાનની ખરીદી કરી તો દુકાન ખોલવા માટે પણ ઉધાર પૈસા લીધા હતા. આખરે ઓગસ્ટ 2021માં ફૂલેકુ ફેરવીને દુકાન અને ઘર બંધ કરીને આરોપી ફરાર થઇ ગયો. હાલમાં સરખેજ પોલીસે છેતરપીંડીને લઈને ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
શહેરમાં પ્લાસ્ટીક સામાન અને હોમ એપ્લાયન્સીસ ચીજ વસ્તુઓનું વેચાણ કરનાર હોલ સેલ વેપારીઓ સાથે દિલ્હીના એક ઠગ મોહિત જૈનએ કરોડો રૂપિયો ચૂનો લગાવ્યો.ઘટના કઈ ક એવી છે કે હોલ સેલના વેપારીઓ નો વિશ્વાસ કેળવીને દિલ્હીના મોહિત જૈન પોતાની એક દુકાન શરૂ કરી.સનરાઈઝ હોમ એપ્લાયનસીસ નામથી એજન્સી ખોલીને કિચન અને અન્ય ચીજ વસ્તુઓનો ધંધો શરૂ કર્યો. જેમાં શરૂઆતમાં માલ સામગ્રીની ખરીદી કરીને પેમેન્ટ સમયસર ચૂકવીને મોહિતે વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો અને ત્યાર બાદ કરોડો રૂપિયાનો માલ સામાન ખરીદી કરવા લાગ્યો. ઓગસ્ટ 2021 માં ફૂલેકુ ફેરવીને દુકાન અને ઘર બંધ કરીને ફરાર થઇ ગયો.દિલ્હીનો મોહિત જૈન એક કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો.. જેથી હોમ એપ્લાયનસીસ ની વસ્તુઓના માર્કેટિંગ માટે અમદાવાદમાં આવતો હતો.. જેથી હોલ સેલના વેપારીઓ તેના સંપર્કમાં હતા. 2018ના વર્ષમાં મોહિત દિલ્હીથી અમદાવાદ આવીને મકરબા પાસે ભાડે દુકાન રાખી સનરાઈઝ હોમ એપ્લાયનસીસ નામની એજન્સી શરૂ કરી અને આ હોલ સેલના વેપારીઓનો સંપર્ક કર્યો.મિત્રતા અને વિશ્વાસ કેળવીને વેપારીઓ પાસેથી ઉછીના પૈસા ધધા માટે લીધા..તો અન્ય વેપારીઓ પાસેથી ઉધારમાં માલ લઈને વેપાર શરૂ કર્યો હતો. ઠગ મોહિત જૈન વેપારીઓને rtgs પેમેન્ટ કરીને સ્ક્રીન શોર્ટ વોટ્સએપ માં મોકલતો હતો.. જેથી વેપારી માલ સામગ્રી મોકલી આપે, પરંતુ જ્યારે પેમેન્ટ આવે તો એક રૂપિયો મળતો હતો. આ પ્રકાર rtgsની પેમેન્ટ સ્લીપના સ્ક્રીન શોર્ટમાં ચેડા કરીને વેપારીને મોકલતો હોવાનું ખુલ્યું. સાથે જ ઠગ મોહિત જૈનએ અનેક લોકો સાથે મિત્રતા કેળવી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે..આ મામલે સરખેજ પોલીસે વેપારીઓ ના નિવેદન લઈને તપાસ શરૂ કરી.ઠગ મોહિત જૈનએ અગાઉ દિલ્હીમાં પણ અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. દિલ્હી બાદ અમદાવાદના વેપારીઓ સાથે ઠગાઈ કરીને ઠગ વેપારી ફરાર થઇ ગયો. વેપારીઓની સંખ્યા 20થી વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે હજુ પણ આ આંકડો વધી શકે તેવી શકયતા છે.. હાલમાં સરખેજ પોલીસે છેતરપીંડીને લઈને ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.