ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં રાજ્યના બરવાળામાં લઠ્ઠાકાંડ થયા પછી ગુજરાત પોલીસ સતત દરોડા પાડી રહી છે. આ દરોડા વચ્ચે વલસાડમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડાતા અહેવાલ સામે આવ્યા છે. વલસાડમાં પોલીસે દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ દરોડામાં એક PSI સહિત ત્રણ પોલીસકર્મચારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાતા દરોડા પાડનાર અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે દરોડા દરમ્યાન 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે આ મહેફિલની અગાઉ બાતમી મળી હતી, તે આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

બરવાળામાં લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં 41 પર પહોંચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે. જ્યારે 117 લોકો સારવાર હેઠળ છે. જેમાં 80 લોકો ભાવનગરમાં સારવાર હેઠળ છે અને 37 લોકો અમદાવાદમાં સારવાર હેઠળ છે.  ગોડાઉનના એક કર્મચારીથી લઈને બુટલેગર સુધી પહોંચેલા કેમિકલે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. પોલીસે અત્યાર સુધીમા આ કેસમાં કુલ 14 આરોપીની ધરપકડ કરી છે. બોટાદમાં ઝેરી દારૂકાંડથીગુજરાત હચમચી ઉઠ્યું છે. અને ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ ગઈ છે. 

વલસાડ જિલ્લા પોલીસ વડાને દારૂ મામલે બાતમી મળી હતી. જેના આધારે SPએ ઘટનાસ્થળ પર પહોંચીને દરોડા પાડ્યા હતા. જ્યારે દરોડા દરમ્યાન ખુદ પોલીઅધિકારીઓ પણ મહેફિલ માણી રહ્યા હતા તે જોઈને SP પણ ચોંકી ઉઠ્યા હતા. અને ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરી દીધા હતા. પોલીસે દરોડા દરમ્યાન 12 વાહનો જપ્ત કર્યા હતા. તો બીજી તરફ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા તેને પણ જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વલસાડ SPએ LCB અને પોલીસ જવાનો સાથે દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડતા મહેફિલ માણતા શખ્સોનો રંગ ઉડી ગયો હતો. તો બીજી તરફ આ દરોડામાં નાનાપોઢાના PSI અને 3 કોસ્ટેબલ સહિત 19 શખ્સોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા વલસાડ SPએ 18 દારૂની બોટલો સહિત 26 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.