પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા ઇનામ વિતરણ સાથે શુભેચ્છા તથા કર્મચારી સન્માન કાર્યક્રમ યોજાયો.
પાંચ ગામ સમસ્ત સગર સમાજ ના તેજસ્વી દીકરા દીકરીઓ ને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કાર્યક્રમ વડાલી સગરવાસ ખાતે જન્માષ્ટમી ની રાત્રે યોજાયો.
જેમાં સમાજ ના દાતા શ્રીઓ એવા નરેશભાઈ ઝુંડાળા. વિનુભાઈ ચાલીયા. દીપકભાઈ બેવણીયા. રામાભાઇ ઝુંડાળા. રાજુભાઈ મુગળી. પ્રવીણભાઈ ભાંગુ. પ્રવીણભાઈ મોવડીયા. શૈલેષભાઇ ભૂંગળ. કાળાભાઇ ગઢી. પ્રવીણભાઈ કડિયા. હંસાબેન મુગળી. સૂર્યકાન્ત ભાઈ સગર. કિરણ બેન કડિયા. મહેશભાઈ ગઢીયા ના હસ્તે ઇનામો આપી તથા સમાજ દ્વારા સિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને 2019 પછી સરકારી નોકરી માં જોડાયેલા કર્મચારી ઓ નું સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં દેવો પણ સાક્ષી બનવા માંગતા હોય તેમ મેઘરાજા એ પણ વિરામ લઈ ખુબ આશીર્વાદ વરસાવ્યા હતા.
આ કાર્યક્રમ ના અધ્યક્ષ સગર સમાજ ના પ્રમુખ શ્રી પ્રભુભાઈ દાઢાળા. ઉપ પ્રમુખ શ્રી શંકર ભાઈ મુગળી. પંચ કમિટી ના તમામ સભ્યો. મુખ્ય મહેમાન હાર્દિક ભાઈ સગર ડેપો મેનેજર ખેડબ્રહ્મા. ડો સૂર્યકાન્ત ભાઈ સગર. ઇડર કોલેજ પ્રોફેસર શ્રી કિરણ બેન સગર. વડાલી નગરપાલિકા પ્રમુખ શ્રી મતી હંસાબેન સગર. તથા સગર સમાજ ના વિવિધ કમિટી જેવાકે મહાકાળી માતાજી મંદિર કમિટી. શાકભાજી. કડિયા કામ. ચોપડા વિતરણ. શીતળા માતાજી યુવક મંડળ. કિસાન યુનિયન. ભગીરથ ગૌ સેવા તથા સમાજ માં ચાલતા સેવાકીય પ્રવુતિ તમામ મંડળો ના પ્રમુખ શ્રીઓ તથા તમામ સભ્યો મહાનુભાવો તથા મોટી સંખ્યા માં માતાઓ ભાઈઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સ્વાગત પ્રવચન શ્રી અશોકભાઈ સગર દ્વારા કરવામાં આવ્યું અને વર્ષ 2009 થી શરૂ કરેલા આ ઇનામ વિતરણ શુભેચ્છા તથા કર્મચારી સન્માન કાર્યક્રમ માહિતી આપવામાં આવી હતી.
સમાજ માં સરકારી નોકરીઓ મેળવી સમાજ નું નામ રોશન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર. મોહસીન મેમન વડાલી