અમદાવાદ મણિનગર રેલવે ફાટકથી પોલિસ સ્ટેશનના માગઁ પર બાલકૃષ્ણ સોસાયટી ના ગેટની સામે બે માળથી પણ ઉંચો ફુવારો ઉડયો, એક સપ્તાહ પહેલા જ આજ જગ્યાએ ગટરના ચેમ્બર અને પાણીની લાઈન પાસે ભુવો પડતાની સાથે રોડ બેસી જતા તેના સમારકામ માટે લાખોનો ખચઁ તંત્ર એ કયોઁ હતો
સવારના છ કલાકે પાણીના સપ્લાય સાથે જ પાણીની મુખ્ય લાઈનમા ધોધની જેમ બે માળથી પણ ઉંચો ફુવારો ઉડતા લાખો લીટર પાણી સીધું ગટરમા વેડફાયુ, મનપા તંત્ર પાણીનો ઉંચો ફુવારો બંધ કરવા કામે લાગ્યું. આ પાણી લીકેજને લઈ ને સ્થાનિક વિસ્તારોમા પાણી પુરવઠા વિતરણ પર ભારે અસર પડી.
અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન માર્ગ પર પીવાના શુધ્ધ પાણીનો વીસેક ફુટ ઉંચો ફુવારો ઉડયો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_12f3fb99ac688a0c408098cb5608e3e5.jpg)