સૌરાષ્ટ્રમાં શ્રાવણની શરૂઆત અગાઉજ જુગારીઓ સક્રિય થઈ ગયા છે અને ઠેરઠેર જુગાર રમવાની શરુઆત થઈ ગઈ છે ત્યારે મોરબી એલસીબી ટીમે મળેલી બાતમીના આધારે ઢુવા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી લઈને 3.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મોરબી એલસીબીને બાતમી મળી હતી કે જુના ઢુવા ગામે સ્મશાન સામે આવેલી મોરીયું નામની વાડી ખાતે આવેલી ઓરડીમાં જુગાર રમાઈ રહયો છે.
આ પ્રકારની બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમી રહેલા 12 ઈસમો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
પોલીસે જુગાર રમતા પકડેલા જુગારીઓ રવિરાજ પ્રતાપ સિંધવ, માધવ ગગજી રાઠોડ, ગીરીશ ઉર્ફે ગૌતમ મેઘરાજ મોહીનાણી, ધીરૂ ભલા રોજાસરા, મેહુલ પ્રતાપ રાઠોડ, મયુર પરષોતમ ભાડજા, કુલદીપ અજીત પરમાર, કિશન વશરામ ચનીયાર, જાવેદ ગુલામ સિપાઈ, કુતબેઆલમ રસુલ સિપાઈ, પૃથ્વીરાજ નીતીશ ચૌહાણ, રાજદાન લાભુદાન ગુઢડા રહે બધા ઢુવા તા. વાંકાનેર ને ઝડપી લઇ સ્થળ પરથી પોલીસે રોકડ રકમ રૂ 2,07,000 અને 4 બાઈક કીમત રૂ 1.10 લાખ મળીને કુલ રૂ 3.17 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.