રાજ્યમાં TRB જવાનના આતંકની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે તાજેતરમાં સુરતમાં બનેલી મારામારીની ઘટનામાં TRB જવાનની તોડબાજીની કરતૂત ઉઘાડી પડી હતી જેમાં સુરતના એડવોકેટ મેહુલ બોઘરાએ TRB જવાન દ્રારા કરવામાં આવતી હપ્તાખોરીનું વિડિયો ઉતારતા TRB જવાન દ્રારા જીવલેણ હુમલો કરવામાં આવ્યુ હતું રાજ્યના ઠેર-ઠેર શહેરોમાં TRBનું આતંક માથાના દુખાવા સમાન બની રહ્યો છે.જયાં સામાન્ય જનતા વાહન લઇને નીકળે શહેરના ચાર રસ્તાઓ પર TRBને ખુલ્લો દૌર મળ્યો હોય તેવી રીતે લોકો પાસેથી ડોક્યુમેન્ટની માગણી કરવી , હપ્તાખોરી કરવી સહિતના બનાવોમાં તોંતિગ વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં ફરી એકવાર TRB જવાન વિવાદમાં સંપાડ્યો છે શહેરના ઠેર-ઠેર વિસ્તારોમાં લોકોના વાહન રોકી કાયદાનું ડર બતાવી પૌસા પડાવાના ગોરખધંધા ચાલી રહ્યા છે જેમાં કેટલાક અધિકારીઓના આર્શાીવાદ અને રહેમનજર હેઠળ TRB ને ખુલ્લો દૌર મળ્યો હોય તેવી રીતે કટકી કરી રહ્યા છે અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે TRB જવાનની પૌસા લેવાનો નવો કિમિયો પ્રકાશમાં આવ્યુ છે જયાં પહેલા વાહનચાલક પાસેથી પૈસાની માગણી કરી અને જમીન પર પૈસા ફેંકડાવ્યા ત્યારબાદ જમીન પરથી પૈસા ઉઠાવી પોતાના ખિસ્સામાં નાંખ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં TRB જવાનની ભ્રષ્ટ્રાચારની વ્યાપક ફરિયાદ આવી રહી છે છતાંય ઉચ્ચઅધિકારીઓ દ્રારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે થોડાક સમય આગાઉ TRB દ્રારા તોડબાજી અને ફરજ પર ગેરહાજર રહેવા બદલ 700 જેટલા TRB જવાનને છુટા કરવામાં આવ્યા હતા હોવા છતાંય TRBના પેટનું પાણી હલતું નથી જણાવી દઇએ કે TRBનું કામ માત્ર ટ્રાફિક નિયમન કરવાનું છે કોઇપણ TRB જવાન વાહન રોકવાની કે પછી ડોકયુમેન્ટ માગવાની સત્તા નથી હોવાછતાય પોલીસ અધિકારીઓના છુપા આર્શીવાદથી ચા કરતા કીટલી ગરમ હોય તે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે