ગાંધીનગર,તા.22
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી પર હુમલાની સંભાવનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ રાજ્યના DGPને આપ્યું આવેદનપત્ર.
‘આપ’ ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર સહીત 50 જેટલા વકીલોએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને આવેદનપત્ર આપ્યુ.
આમ આદમી પાર્ટીને ગુજરાત પોલીસ વિભાગ પર પુરેપુરો વિશ્વાસ છે કે તેઓ અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત કરશે: આપ
આમ આદમી પાર્ટીએ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, હિંમતનગરના એસ.પી અને ભાવનગરના એસ.પી.ને પણ મળીને આવેદનપત્ર આપ્યું: આપ
અમદાવાદ/ગાંધીનગર/હિંમતનગર/ભાવનગર/ગુજરાત
આવતીકાલે 22 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેમના પર હુમલો થઈ શકે છે એવી માહિતી આમ આદમી પાર્ટીના નેતાઓને મળી છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. તો અરવિંદ કેજરીવાલ જી તથા મનીષ સિસોદિયા સુરક્ષાના મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર સહીત 50 જેટલા વકીલોએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને આવેદનપત્ર આપ્યુ.
આ ગંભીર મામલામાં આમ આદમી પાર્ટીએ ગુજરાત પોલીસ સમક્ષ માંગણી કરી છે કે અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમને લોખંડી સુરક્ષા પૂરી પાડવામાં આવે. આમ આદમી પાર્ટીને ગુજરાત પોલીસ વિભાગ પર પુરેપુરો વિશ્વાસ છે કે તેઓ અરવિંદ કેજરીવાલ જી અને મનીષ સિસોદિયાજીની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત કરશે અને તેમના ગુજરાત પ્રવાસને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
અરવિંદ કેજરીવાલજી તથા મનીષ સિસોદિયાજી 22-23 ઓગસ્ટના રોજ અમદાવાદ, હિંમતનગર અને ભાવનગર શહેરની મુલાકાત લેશે. તો આ કારણોસર આમ આદમી પાર્ટીએ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, હિંમતનગરના એસ.પી અને ભાવનગરના એસ.પી.ને પણ મળીને આવેદનપત્ર આપ્યું છે.