વઢવાણ લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ત્યારે નાના મોટા વાહનોની અવરજવર વધતા ગણપતિ ફાટસર ફાટસ વિસ્તારના માર્ગો પર ટ્રાફિક સર્જાતા લોકો પરેશાન બન્યા હતા. વઢવાણ લોકમેળાને ગ્રામ્ય તેમજ શહેરીજનો માણવા આવી રહ્યાં છે. વાહનો સાથે લોકોની પણ ભીડ જામી રહી છે.ત્યારે વઢવાણ ગણપતિ ફાટસર ફાટક વિસ્તારના માર્ગ પરથી સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર સહિતના દૂર દૂરથી લોકો નાના મોટા વાહનોમાં મેળો કરવા આવે છે. ત્યારે રાત્રિના સમયે આ ફટક પર વાહનો સાથેનો ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે ઘરશાળા, દૂધની ડેરી પુલ, રાજકોટ બાયપાસ રોડ સહિતના માર્ગો પર વાહનો થંભી ગયા હતા.અને અંદાજે 15 મિનિટ સુધી ટ્રાફિક જામ રહેતા લોકો પરેશાન બની ગયા હતા. જ્યારે કેટલાક નજીકના લોકોને ભાડે વાહનો કરવા છતા દૂર સુધી જ ઉતરી જઇને ઘર સુધી ચાલીને પહોંચ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા આ ટ્રાફિક દૂર કરાવીને વાહનોની અવરજવર શરૂ કરાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો