રાજસ્થાનમાં જાલોરમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સિહોરમાં જોવા મળી રહ્યા છે. વિધાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પીતા તેને ઢોર માર મર્યો હતો જેને પગલે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બાળકને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં માસુમ બાળકે સારવાર દરમ્યાન દમ તોડયો હતો. તે ઘટનાને લઈને સિહોર દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજસ્થાનના જાલોરમાં બનેલી ઘટનાને લઈને રાજસ્થાન તેમજ ગુજરાતમાં પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સિહોર દલિત સમાજ દ્વારા શિક્ષક સામે વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષક દ્વારા બાળકને માર મરાતા બાળકને ગંભીર પહોંચતા બાળકનું મૃત્ય, થયું હતું. બાળકનું મૃત્યુથતાં જ સમગ્ર રાજસ્થાનમાં શિક્ષક પ્રત્યે લોકોએ ફિટકાર વરસાવી હતી. જો કે તેના પ્રત્યાઘાત હવે સિહોરમાંપણ જોવા મળી રહ્યા છે. શિક્ષકને કડક સજાની માંગ કરી રહ્યા છે. જે પ્રકારે સમગ્ર ઘટના બની તેને લઈને અનેક લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. તેમજ મૃતક બાળક સામે સંવેદના વ્યક્ત કરી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ કરી રહ્યા છે. સિહોરના દલિત આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવી શિક્ષકને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.