વાંકાનેરમાંથી ચોરાઉ બાઇક સાથે એક પકડાયો
વાંકાનેરમાંથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ચોરાઉ બાઈકની સાથે વાંકાનેર સિટી પોલીસની ટીમે એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને સ્પ્લેન્ડર બાઇક જીજે ૩૬ એ ૧૮૫૫ ની ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી અને અમરસર ફાટક પાસેથી આ બાઈકની ચોરી કરાઇ હતી જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન ઈ એફ.આઈ.આર. નો ગણતરીની કલાકોમા નિકાલ કરવામાં આવેલ છે અને ચોરાઉ બાઇક સાથે આરોપી આકીબભાઈ આબીદભાઈ કડીવાર (૨૨) રહે. પીપડીયારાજ નવી મસ્જીદ પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી છે અને બાઇક કબ્જે કર્યું છે.