સિહોર રેલ્વે સ્ટેશન રોડ તેમજ કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે આવેલ વર્ષો થી બ્રહ્મકુમારી કેન્દ્ર દ્રારા વિવિધ સામાજીક સેવાઓ.રાષ્ટ્રીયપર્વ સહિત સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર દ્રારા રાજયોગ સંચાલક એવા પ.પૂ શ્રી ગીતા દીદી, તેમજ રીટા દીદી પ્રેરિત સિહોર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત કૃષ્ણ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૃષ્ણ ના નારા સાથે જય રણછોડ માખણ ચોર સાથે કૃષ્ણ તેમજ રાધાજી તેમજ ગોપીઓ તેમજ સંસ્થા ના સંચાલક શ્રી ગીતા દીદી, રીટા દીદી સહિત સમગ્ર વાતાવરણ ગોકુળમય થયું હતું.અને બાળકૃષ્ણ,તેમજ રાધાજી,ગોપીઓ સહિત માતા,બહેનો સહિત રાસલીલા રમવામાં મશગુલ હતા તેમજ સંસ્થા ના રાજયોગી ભાઈઓ બહેનો પણખાસ ઉપસ્થિત રહ્યા હતા.