સિહોર શહેરમાં રખડતા ઢોરને કારણે નગરજનો અને વાહનચાલકો ત્રાહિમામ સિહોરમાંથી પસાર થતા હાઈવે પર વાહન ચાલકોને પડતી હાલાકી હાઇવે પર જીવલેણ ખાડાથી વાહન ચાલકો ત્રસ્ત છે તેમાં ઢોરનો પણ ત્રાસ વધ્યો સિહોરમાં હાઇવે પર એક તો મોટા મોટા ખાડાનો ત્રાસ અને તેમાં વધુ રખડતા ઢોરનો ભારે ત્રાસ રહેતો હોય વાહન ચાલકો તોબા પોકારી ગયા છે.મોટા ખાડાઓથી બચવા પ્રયત્ન કરે તો ઢોરની અડફેટે આવી જવાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સિહોરમાંથી પસાર થતાં ભાવનગર-રાજકોટ ધોરી માર્ગ પર સતત ટ્રાફિક રહ્યા કરે છે તો આ રોડ પર રખડતા-ભટકતા ઢોરના ત્રાસને કારણે નગરજનો અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. સિહોરમાં દાદાની વાવ,તાલુકા પંચાયત પાસે,રેલવે સ્ટેશન રોડ, વિજય પેલેસ,મેઇન બજાર, મોટા ચોક પાસેની શાકમાર્કેટ, નગરપાલિકા પાસેની શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં રખડતા ભટકતા ઢોરોના ત્રાસને કારણે નગરજનો અને અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સિહોરમાંથી ભાવનગર -રાજકોટ રાજ્ય ધોરી માર્ગ અને અમદાવાદ રોડ પસાર થાય છે આથી આ રોડ પરથી કચ્છ-ભુજ, રાજકોટ, જામનગર, અમરેલી, સાવરકુંડલા, બાબરા,ધારી, જુનાગઢ, અમદાવાદ, સુરત,વડોદરા સહિતના નાનાં-મોટાં શહેરો તરફ જતાં -આવતા વાહનો અસંખ્ય માત્રામાં પસાર થાય છે. સિહોરની મેઇન બજાર આમેય તે સાંકડી છે. સિહોરની મેઇન બજારમાં રખડતા ઢોરને કારણે ચાલીને જતાં રાહદારીઓ અને નાના વાહન ચાલકોને બહાર નીકળતા પણ ડર લાગે છે.અને અગાઉ પણ રખડતા ઢોરોએ અનેક લોકોને અડફેટે લીધા છે.