છેલ્લા ત્રણ દિવસમાં જુગાર રમતા ૩૯૪ જુગારીઓને પકડી પાડી , રોકડ રકમ , મોબાઇલ ફોન સહિત કુલ કિં . રૂ .૧૧,૦૨,૭૬૦ / - નો મુદ્દામાલ જપ્ત કરતી અમરેલી જિલ્લા પોલીસ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અમરેલી ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી જુગારની બદી દુર કરવા જુગારના કેસો કરવા ભાવનગર રેન્જ હેઠળના જિલ્લાઓને સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ જન્માષ્ટમી તહેવાર દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હતું . જે અન્વયે છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જુગાર રમતાં ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર રેઇડો કરી , જુગારીઓને પકડી પાડી , તેમની સામે જુગારધારા હેઠળ કડક અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે . કરેલ કેસો અને પકડાયેલ જુગારીઓઃ છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વોચ ગોઠવી , જુગાર રમતા ઇસમો ઉપર સફળ રેઇડ કરી , જુગારધારા હેઠળ કુલ ૬ર કેસો શોધી કાઢવામાં આવેલ છે અને આ રેઇડો દરમ્યાન કુલ ૩૯૪ જુગારીઓને જુગાર રમતાં પકડી પાડવામાં આવેલ છે . જુગારના મુદ્દામાલની વિગતઃ અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જુગાર રમતા ઇસમો પાસેથી કુલ રોકડા રૂ .૧૦,૫૨,૦૪૦ / - તથા મોબાઇલ ફોન નંગ - ૧૧ , કિં.રૂ. ૫૦,૫૦૦ / - તથા હાથબત્તી નંગ – ૩ કિં.રૂ .૨૨૦ / તથા જુગારના સાહિત્ય મળી કુલ કિં.રૂ .૧૧,૦૨,૭૬૦ / - જુગારનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે . આમ , અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લામાં જુગાર રમતા જુગારીઓ સામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જુગારધારા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી