હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણમાં વરસાદ પડી શકે છે,. મહત્વનું છે કે ગઈકાલે પણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરીવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. 

  • રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા
  • સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણમાં પડી શકે છે વરસાદ
  • સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા
  • અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં પડી શકે છે વરસાદ

હવામાનની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આ સાથે હવે આગાહી મુજબ તારીખ 22 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અજે મધ્યમ વરસાદનું આગમન થઈ શકે છે. આજે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણમાં વરસાદ પડી શકે છે. આ સાથે  સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની સંભવના છે. તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, વડોદરામાં પણ વરસાદ પડી શકે છે.