વઢવાણમાં લોકમેળા 2 વર્ષ બાદ યોજાતા મેળાના માણીગરોમાં ઉત્સાહ બતાવતા મહેરામણ ઊમટ્યું હતું. જેમાં વઢવાણના મેળામાં પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ માણ્યા હતા. જ્યારે આજે રાત્રે ભવ્ય લોક ડાયરામાં નામી કલાકારો રંગત જમાવટ કરશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઢમના મેળાઓમાં ઝાલાવાડ એટલેકે સુરેન્દ્રનગરના વઢવાણમાં આયોજન થતા લોકમેળાનું આગવું સ્થાન છે. જિલ્લામાં લોકપ્રિય મેળાઓ કોરોના કાળને કારણે છેલ્લા 2 વર્ષથી થઇ શક્યા ન હતા.ત્યારે આ વર્ષ કોરોના ન હોવાથી સુરેન્દ્રનગર,વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાયું છે. જેમાં સૌથી મોટોમેળો વઢવાણના મેળામાં ચકડોળ, ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ ઊભી કરાઇ છે. ત્યારે 2 વર્ષ બાદ મેળા યોજાતા લોકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.