શ્રી હિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં જુગાર લગત ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જેપી ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અંતર્ગત તા .૧૮ / ૦૮ા ૨૦૨૨ નારોજ ભંડારીયા થી અમરેલી રોડે પેટ્રોલપંપ સામે આવેલ વિનુભાઇ ઉકાભાઇ સોમાણીની વાડીની બાજુમા આવેલ જાહેર માર્ગમાં છ ઇસમો ગંજીપત્તાનાં પાનાવડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ .૨૦,૪૩૦ / - તથા ગંજીપત્તાનાં પાના નંગ - પર કિ.રૂ, ૦૦ / ૦૦ તથા હાથબતી કિ.રૂ .૧૦૦ / - મળી કુલ કિ.રૂ .૨૦,૫૩૦ / - સાથે છ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી , અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા તળે ગુન્હો રજી કરાવી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે . ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ૧ ) અતુલભાઇ રમેશભાઇ બાવીશી ઉ.વ .૩૫ ધંધોખેતી રહે , મોટા આંકડીયા , લુણીધાર રોડ , અંબીકા નગર તા.જી.અમરેલી ૨ ) ઉકાભાઇ ભગવાનભાઇ રંગપરા ઉ.વ .૫૦ ધંધો ખેતી રહે , મોટા આંકડીયા , નાના ચોરા પાસે , તા.જી.અમરેલી ૩ ) ધીરૂભાઇ મોહનભાઇ ઝાલા ઉ.વ ૪૮ ધંધો મજુરી રહે , મોટા આંકડીયા , પીપળલગ રોડ પર , સર્વોદય નગર તા.જી.અમરેલી.વિનુભાઇ ઉકાભાઇ સોમાણી ઉવ .૪૦ ધંધો.ખેતી રહે , મોટા આંકડીયા , બસ સ્ટેન્ડ પાસે , ભરવાડ શેરી તા.જી.અમરેલી ૫ ) મુકેશભાઇ વિઠ્ઠલભાઇ બોદર ઉ.વ ૪૨ ધંધો ખેતી રહે , અમરેલી , જેશીંગપરા , રામપરા શેરી નં .૦૧ તા.જી.અમરેલી ૬ ) ગોરધનભાઇ કેશુભાઇ રંગપરા ઉ.વ .૫૫ ધંધો ખેતી રહે , મોટા આંકડીયા , નાના ચોરા પાસે તા.જી.અમરેલી તા .૧૮ / ૦૮ / ૨૦૨૨ આ કામગીરી શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ પો.સબ.ઇન્સ તથા ( ૧ ) હરેશસિંહ દાનસિંહ પરમાર એ.એસ.આઇ. ( ૨ ) જયરાજભાઇ કનુભાઇ વાળા એ એસ . આઇ . ( ૩ ) નિલેશભાઇ વિરાભાઇ લંગાળીયા હેડ કોન્સ . ( ૪ ) હરેશભાઇ સીદીભાઇ વાણીયા હેડ કોન્સ . ( ૫ ) વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા પો.કોન્સ . ( ૬ ) અતુલભાઇ કાળુભાઇ માટીયા પો.કોન્સ દ્વારા કરવામાં આવેલ છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं