પેટલાદ તાલુકાના સોજીત્રા વિધાનસભા મત વિસ્તારના વડદલા મુકામે કેળવણી મંડળ સંચાલિત આર.એફ.પટેલ હાઇસ્કુલ ખાતે પાણીનો બોરવેલ તથા સ્માર્ટ ક્લાસરૂમનુ ઉદઘાટન આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાની વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે આણંદ જિલ્લા મહામંત્રીશ્રી મયુરભાઈ સુથાર, પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, દાતાશ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ગામના સરપંચ શ્રીમતી નીલમબેન, પંડોળી ગામના પૂર્વ સરપંચશ્રી જગદીશભાઈ, કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષક ગણ, વિધાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા.