ફતેપુરા ,રૂપાખેડાના શ્રી પર્વતભાઈ વાદી એ 108 એમ્બ્યુલન્સ ના ડ્રાયવર ની ફરજ બજાવતા હતા.એક દિવસ તેમની પત્ની સાથે તેઓ બાઇક પર જતાં હતાં ત્યારે અકસ્માત થતા તેમની કમરનો એક મણકો ભાગી ગયો અને તેમના માથામાં ગંભીર ઇજા થઇ વળી પત્નીના એક હાથના આંગળા પણ કપાઈ ગયા.સરકાર તરફથી રૂપિયા ત્રણ લાખ સહાય મળી ,પણ મગજની અને મણકાની સારવારના નવ લાખ રૂપિયા થતા તેઓ આર્થિક રીતે ભાગી પડ્યા.તેમની એક છોકરી અને એક છોકરાને પૈસાના અભાવે વધુ અભ્યાસ મુલતવી રાખવો પડ્યો.સરકારે પર્વતભાઈને કલેકટર કચેરીમાં બેઠા બેઠની બીજી નોકરી આપી,પણ મણકાની તકલીફને લીધે તેઓ લાંબો સમય બેસી પણ શકતા ન હોઈ સ્વેચ્છાએ રાજીનામુ આપી દીધું..બે મહિના પહેલા તેમની માંગણી મુજબ અમોએ તેમને 15 કિલો ઘઉં આપેલ..પણ ગયા અઠવાડિએ અમોએ રૂપાખેડા તેમના ઘરની રૂબરૂ મુલાકાત લેતા તેઓને વધુ સહાય આપવા જેવું લાગતા આજે ગોકુળ આઠમના દિવસે તેઓને આહાર દ્વારા દાળ-ચોખા-ઘઉં-તેલ-ચા-મોરસ તથા રૂપિયા ૧૦૦/- ભાડાના અને ૧૩૦ જેટલા ગરીબોને દાળ, ભાત, શાક,રોટલી,ફરાળી ચેવડો, કેલા અને ૫૦૦ ગ્રામ કાચા ચોખા આપી સાચા અર્થમાં ગોકુળ આઠમની ઉજવણી કરી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं