કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કથિત મની લોન્ડરિંગ મામલે આજે ફરી એકવાર ED ઓફિસ પહોંચ્યા છે. સોનિયાજીની સાથે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા પણ છે.
કોંગ્રેસના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજઘાટની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે.
સોનિયા ગાંધીની EDની પૂછપરછનો વિરોધ ચાલુ રહ્યો હતો અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના સાંસદોએ સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમાથી વિજય ચોક તરફ કૂચ કરી હતી.
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કાર્યકર્તાઓને પાર્ટી ઓફિસમાં જતા રોકવામાં આવી રહ્યા છે.
અમારી પાર્ટી આજે પણ સંસદમાં પોતાનો અવાજ ઉઠાવશે.