ડીસા તાલુકાના માલગઢ ગામે માર્ગદર્શન અને સંસ્કાર શિબિર યોજાઈ...

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં જિતેન્દ્રમ કલાસીસ ખાતે માર્ગદર્શન અને સંસ્કાર શિબિર યોજાઈ હતી.જેમાં શાબ્દિક પ્રવચન આકોલીના પ્રાથમિક શિક્ષક રસિકભાઈ સોલંકીએ કર્યું હતું.ત્યારબાદ મહેમાનોનું ફૂલહાર વડે સ્વાગત કરાયું હતું.સંજય સોલંકી અને મુકેશ પઢીયારે તેમના વિચાર રજૂ કર્યા હતા.અંકલેશ્વરના ઉદ્યોગપતિ ગાયત્રી ઉપાસક અને ઉચ્ચ કોટિના સાધક એવા સરળ વ્યક્તિત્વ ધરાવતા ઈશ્વરભાઈ માળીએ "વગર મહેનતે પાસ થવાની માનતા માટે નહિ પણ એકાગ્રતા માટે" ધર્મનું અનુસરણ કરવાની વાત ઉપરાંત "પેન અને મગજ સક્રિય હોય તો જે લખાશે તે સત્ય જ હશે" તે વાત રજૂ કરી હતી અને તેમણે પ્રકૃતિ ઋણ ચૂકવવા પણ આહવાન કર્યું હતું.પ્રાથમિક શિક્ષક રાજાજી કે ટાંકે આભારવિધિ કરી હતી અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન અંક અને નાની ધર્મ સંસ્કાર પુસ્તિકાઓ ભેટ આપી હતી.એકાઉન્ટ ઑફિસર જયેશ ગેલોત અને સીનિયર ક્લાર્ક જિતેન્દ્ર પઢીયાર ઉપરાંત વાલીગણ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો

.અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા