રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે તે પહેલા ફરી એકવાર પક્ષપલટાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે આયા રામ ગયા જેમા નેતાઓ એક પાર્ટી માંથી બીજા પાર્ટી પક્ષપલટું કરી રહ્યા છે, રાજ્યમાં ચૂંટણીમાં હજુ 4 મહિના જેટલો સમય છે તે પહેલા પ્રચારના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. આ વખતે ગુજરાતના રાજકારણમાં ત્રિપાંખિયા જંગ ખેલાવ જઇ રહ્યો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે બદથી બદતર જોવા મળી રહી છે પક્ષ આંતરિક વિખવાદ અને જુથવાદને લઇ એક બાદ એક નેતાઓ હોદ્દેદારો તેમજ કાર્યકરો રાજીનામું ધરી રહ્યા છે.
ગુજરાતના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનન મુખ્યમંત્રી અશોક ગહેલોત ગુજરાતની મુલાકાતે આવ્યા છે મિશન 2022 અંગે ચારેય ઝોનમાં બેઠકોનું ધમધમાટ કરી રહ્યા છે. તે દરમિયાન ઉત્તરગુજરાતમા કોંગ્રેસ આંચકાજનક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે સાબરકાંઠાના પ્રાંતિજમાં કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બારૈયા 22 ઓગસ્ટે કમલમ ખાતે કેસરિયો ધારણ કરવા જઇ રહ્યા છે 21 ઓગસ્ટે કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોને સાથે એક વિશાળ શકિત પ્રદર્શન પણ કરશે.
થોડાક દિવસ આગાઉ કોંગ્રેસ દિગ્ગજ નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર કોંગ્રેસ સાથે છેડો ફાડી ગતરોજ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કેસરિયો ધારણ કર્યુ હતુ અને એક બાદ એક નેતાઓના પક્ષપલટાથી કોંગ્રેસ સ્થિતિ પડ્યા પર પાટુ સમાન ચૂંટણી પહેલા જોવા મળી રહ્યા છે આ આગાઉ કોંગ્રેસ આક્રમક પ્રવક્તા જયરાજસિંહ પરમારે હોદ્દેદારો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ જોડાયા હતા ત્યારબાદ લુણાવાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં સમલિપ્ત થયા હતા ભાજપમાં 60 જેટલા નેતાઓ કોંગ્રેસમાંથી આવ્યા છે.