ગુજરાતમાં કોંગ્રેસ ને જીતાડવા આવેલા અશોક ગેહલોતનું કહેવું છે કે ગુજરાત માં કોંગ્રેસની જગ્યા કોઈ લઈ શકે નહીં તેઓએ આમ આદમી પાર્ટી તરફ આડકતરો ઈશારો કરતા જણાવ્યું કે ગુજરાતમાં કોઇપણ ચૂંટણી લડવા આવી શકે છે. પરંતુ, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મુખ્ય ટકકર કોંગ્રેસ અને ભાજપા વચ્ચેજ રહેશે.

તેઓએ કહ્યું કે કોંગ્રેસ છોડીને જનારાઓને ભલે જતા કોઈ ફરક પડવાનો નથી શંકરસિંહ પણ ગયા શુ ફર્ક પડ્યો ? તેઓએ કહ્યું હું કોંગ્રેસને સત્તા અપાવવા માટે રણનીતિ બનાવવા માટે જ ગુજરાતના પ્રવાસે આવ્યો છું. કોંગ્રેસમાંથી જનારાઓનું સ્વાગત કરીએ છે અને કોંગ્રેસમાં આવનારાઓનું પણ સ્વાગત કરીએ છે.
કોંગ્રેસમાંથી જે લોકો જાય છે તે તેઓનું ઇમાન વેચે છે.
તેઓએ શંકરસિંહ વાઘેલા માટે પણ નિવેદન કરતા જણાવ્યું કે તેઓ પણ કોંગ્રેસ છોડીને જતા રહ્યા હતા પણ શું થયું ઉલ્ટાનું તેમના જવાનો લાભ અમને મળ્યો છે.

ભાજપે ગુજરાતમાં ભાજપે નવો પ્રયોગ કરી મંત્રી મંડળ બદલી નાંખ્યું છે. જે સાબિત કરે છે કે, અગાઉની સરકાર યોગ્ય ન હતી.
આમ,તેઓએ વડોદરા ની મુલાકાત વખતે ભાજપ સરકાર અને કોંગ્રેસ છોડીને જનારાઓને આડે હાથ લીધા હતા.