રાજુલાના મોરંગીમા રહેતા અને સુરત સાસરે સ્થિત વૈશાલીબેન જીજ્ઞેશભાઇ બાંભણીયા ઉ.વ .૨૬ નામના મહિલાએ ડુંગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન પાંચેક વર્ષ પહેલા હેમાળમા રહેતા જીજ્ઞેશ પ્રેમજીભાઇ બાંભણીયા સાથે થયા હતા . બાદમા તેઓ સુરત રહેવા જતા રહ્યાં હતા . લગ્ન બાદ તેના પતિએ કહેલ કે તું મને ગમતી નથી . તારે માવતરે જવુ હોય તો જતી રહે તેમ કહી દુખ આપવાનું શરૂ કર્યુ હતુ.આ ઉપરાંત સસરા પ્રેમજીભાઇ અને સાસુ સમજુબેન અને નણંદ વિલાસબેને પણ કરિયાવર મુદ્દે શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો . અને પહેરેલ કપડે ઘરેથી કાઢી મુકી હતી . બનાવ અંગે એએસઆઇ એ.એ.ચૌહાણ આગળની તપાસ ચલાવી રહ્યાં છે .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી