સિહોરમાં વરસ્યો એક ઇંચ વરસાદ જિલ્લામાં કુલ વરસાદ 17 ઇંચ થયો જિલ્લામાં એવરેજ વરસાદ 70 ટકા થવા આવ્યો ગારિયાધાર, વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર અને મહુવામાં વરસાદના હળવા-ભારે ઝાપટા વરસ્યા ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં પણ અષાઢ માસની જેમ સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.આજે સિહોરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો ભાવનગર જિલ્લામાં આ ચોમાસામાં કુલ વરસાદ 425 મી.મી. એટલે કે 17 ઇંચ થઇ ગયો છે. જે સિઝનના કુલ એવરેજ વરસાદ 617 મી.મી.ના 69.75 ટકા થાય છે. હજી વરસાદી માહોલ જામેલો છે. ભાવનગર જિલ્લામાં આજે સિહોરમાં 21 મી.મી. વરસાદ નોંધાયો હતો. સિહોરમાં આ સિઝનમાં કુલ વરસાદ 464 મી.મી. થઇ ગયો છે. આજે મહુવામાં પણ 6 મી.મી. વરસાદ નોંધાયો હતો. જેથી મહુવામાં સિઝનનો કુલ વરસાદ 698 મી.મી. એટલે કે 28 ઇંચ થવા આવ્યો છે. જે મહુવાના વાર્ષિક એવરેજ વરસાદ 647 મી.મી.ના 107.88 ટકા થાય છે. ગારિયાધારમાં આજે 10 મી.મી. વરસાદ નોંધાયો હતો વલ્લભીપુરમાં 7 મી.મી., ઉમરાળમાં 6 મી.મી., પાલિતાણામાં પણ 6 મી.મી., જેસરમાં 5 મી.મી. અને ભાવનગર શહેરમાં આજે 3 મી.મી. વરસાદ વરસી ગયો હતો. મહુવાના ત્રણેય મોટા ડેમ 100 ટકા ભરાયેલા મહુવાના ત્રણેય ડેમ ઓવરફલો છે. મહુવા તાલુકાના મોટા ખુટવડા પાસેની માલણ નદી ઉપર આવેલ માલણ અને રોજકી ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયેલ છે. જળાશયમાં પાણીની આવક ચાલુ છે.બગડ ડેમ પણ ઓવરફ્લો છે. બગડ ડેમ તો અષાઢ માસમાં પ્રથમ તબક્કાના જોરદાર વરસાદ બાદ સતત ઓવરફ્લો છે. જે આજ સુધી યથાવત છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডবকাত পথ দুৰ্ঘটনাত এজন লোক থিতাতে নিহত
হোজাই জিলাৰ ডবকা আৰক্ষী থানাৰ অন্তৰ্গত মদাৰতলিত আজি আবেলি চাৰিলেনযুক্ত ২৭ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত এক...
નાઠેજ નજીક હાઇવે પર ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃધ્ધાનું મોત, બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી
ઉના ભાવનગર હાઇવે પર આવેલ નાઠેજ પાસે પુલ નજીક પુરપાટ ઝડપે આવતો ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા...
डिंभे धरण 100 टक्के भरल्याने 20 हजार क्युसेसने घोडनदीपात्रात विसर्ग सुरु
डिंभे धरण 100 टक्के भरल्याने 20 हजार क्युसेसने घोडनदीपात्रात विसर्ग सुरु
કેશોદ ના અજાબ ગામના PHC સેન્ટર માં ડૉક્ટર્સ ક્વાર્ટરની જર્જરિત હાલત@live24newsgujarat
કેશોદ ના અજાબ ગામના PHC સેન્ટર માં ડૉક્ટર્સ ક્વાર્ટરની જર્જરિત હાલત@live24newsgujarat
સુરત શહેરના અલથાણા વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
સુરત શહેરના અલથાણા વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત