સુરત ની સુરભિ ડેરીનો ફૂટ્યો ભાંડો! 955 કિલો પનીર નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતની જાણીતી 'સુરભિ ડેરી'ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે આ ડેરી રોજેરોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી.
સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે કે આ પનીર નકલી છે. ત્યારે આ ડેરી રોજેરોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું, જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરતા. આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે.