Ahmedabad: યુવક સાથે બીભત્સ ડાન્સ કરનારા કિન્નર નીકળ્યા!:

અમદાવાદ: કુબેરનગર વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર બર્થડે પાર્ટીની ઉજવણીનો Video Viral થયો હતો, જેમાં બર્થડે હતો તે યુવક અને યુવતી બીભત્સ ચેનચાળા કરી ડાન્સ કરતાં હોવાનો એક વીડિયો વાઈરલ થયો હતો.

વાઈરલ વીડિયોની તપાસ બાદ પોલીસે રસ્તા પર બર્થડે પાર્ટીનું આયોજન કરી જાહેરમાં ચેનચાળા કરનારા મુકેશ નામના શખસની ધરપકડ કરી છે,

જોકે વાઈરલ વીડિયોમાં યુવક સાથે જે ડાન્સ કરે છે તે યુવતીઓ નહીં, પણ કિન્નર હોવાનું સામે આવ્યું. મુકેશનો જન્મદિવસ હોઈ, તેને આશીર્વાદ આપવા આવેલા કિન્નરો ડાન્સ કરવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.