હાલોલ ખાતે રહેતા આસિફશાહ મહેમુદશાહ દીવાન દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૩ ના રોજ તેઓના કાકાના દીકરા આબીર મહંમદ મુનાફસા દિવાને માં બેન સમાણી ગંદી ગાળો બોલી તને હું ઉઠાવી લઈશ એમ કહી ગડદા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડની પાઇપ ડાબી આંખ પર મારી ઈજાઓ કરતા હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે બાબતે ચાર્જશીટ થતા આરોપી તરફે એડવોકેટ અફસર એસ દિવાન હાજર થયા હતા અને ફરીયાદી ની ઉલટ તપાસ કરતા ફરિયાદીના કાકા ફિરોઝશાહે મકાન બાબતે ફરિયાદી સામે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ કરેલી છે અને તેમાં આરોપી આબીર મહંમદ મુનાફસા દિવાને ફરિયાદી વિરુદ્ધ સોગંધનામું કરેલ છે અને સોગંધનામું કર્યા બાદ ફરિયાદી અને આરોપી વચ્ચે બોલચાલ નથી ઉપરાંત આરોપીએ પણ ફરિયાદી વિરુદ્ધ ડીવાયએસપી અને એસપી ઓફિસે અરજી આપી છે તથા હાલની ફરિયાદ સામે કોશીંગ પીટીશન કરેલ છે જે પડતર છે. તથા ફરિયાદીએ પોતાની ફરિયાદમાં ડાબી આંખે ઇજાઓ પહોંચી હોવાનું જણાવ્યું છે જ્યારે મૌખીક પુરાવામાં જમણી આંખે ઈજાઓ પહોંચી હોવાનું જણાવેલ છે.વધુમાં ઈજાગ્રસ્ત ફરિયાદીની સારવાર કરનાર ડોક્ટર સાહનવાજ ની જુબાનીમાં દર્દી તથા સગા એ બાઇક પર થી પડી જતા ઈજાઓ પહોંચી હોવાનું જણાવ્યું હોવાનું કહેલ હતુ. સમગ્ર બાબતે આરોપી તરફે એડવોકેટ અફસર એસ દિવાન ની દલીલો ધ્યાને લઈને હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશી દ્વારા ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉની તકરારો અને એકબીજા વિરુદ્ધ ફરિયાદ, અરજીઓ આપી હોવાનું તથા દિવાન જ્ઞાતિના કબ્રસ્તાન ના ટ્રસ્ટી બનવા બાબતે પણ બન્ને વચ્ચે મનદુખ હોવાનુ ફ્લીત થતુ હોય ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય આરોપી આબીર મહંમદ મુનાફસા દિવાન રે રહીમ કોલોની હાલોલ નાઓને ઈપીકો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જીપી એક્ટ ની કલમ ૧૩૫ ના ગુનામાંથી શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.