કચ્છ: ભારે વરસાદને લઇ NDRFની રેસ્ક્યુ ટીમ સ્ટેન્ડ બાય
કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરવા સાથે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોના સ્થળાંતર સહિતના પગલા ભરાયા
કચ્છમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના સુચારૂ પગલાના ભાગરૂપે ભુજના માધાપરમાં એન.ડી.આર.એફની રેસ્ક્યુ ટીમ તૈનાત છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં જ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ત્યારે કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરવા સાથે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોના સ્થળાંતર સહિતના પગલા ભરાયા છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે રેસ્ક્યુ ટીમ, તમામ પ્રકારની વ્યવસ્થા સાથે તંત્ર ખડેપગે છે.