હોસ્ટેલ પર ક્રેશ થયેલું પ્લેન, ફાયર બ્રિગેડ, અપડેટ આપતા પત્રકારો થકી જીવંત ચિત્ર ઉભુ કર્યું.
અમદાવાદના મેઘાણીનગર ખાતે થયેલી plane crash ની દુર્ઘટના પર આધારિત ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પંડાલમાં, બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પ્લેન તૂટી પડ્યું હોય તેવું દૃશ્ય જીવંત રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ થીમમાં ઘટનાસ્થળ પર બચાવ કામગીરી કરી રહેલી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ અને પત્રકારોને દર્શાવીને તે કરુણ પરિસ્થિતિનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ પ્રતિકૃતિ લોકોમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બની છે.
આ થીમ, બી.જે. મેડિકલ કૉલેજની બિલ્ડિંગ પર પ્લેન પડ્યું હોય તેવું દૃશ્ય દર્શાવવામાં આવ્યું છે. સાથે જ, ઘટનાસ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહેલી ફાયર બ્રિગેડની ગાડીઓ અને તેમની ટીમ, ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી રહેલી એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ, તેમજ મૃતદેહોને સ્ટ્રેચર પર લઈ જતા સ્વયંસેવકોનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું છે. આ થીમમાં, પત્રકારો પણ પળેપળની માહિતી લોકો સુધી પહોંચાડતા જોવા મળે છે, જે તે સમયની પરિસ્થિતિને દર્શાવે છે.