ચાણસ્મા નગરપાલિકા દ્વારા વગર સુવિધા આપે ગટર લાઈન ના પૈસા વસૂલ કરવા માં આવી રહ્યા છે.
ચાણસ્મા નગરની અંદર અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન નાખવામાં આવી હતી જેમાં અમુક વિસ્તારમાં આ સુવિધા બિલકુલ આપવામાં આવી નથી અને વેરા પાવતી ની અંદર 400 રૂપિયા નગરપાલિકાએ ગટર વેરો વસૂલ કરવાનું માગણા બીલ માં લખીને મોકલાવેલ છે પરંતુ ઘાચી વાસ ની અંદર આવેલા અમુક મકાનોને કોઈપણ જાતની આવી અંડરગ્રાઉન્ડ ગટરની વ્યવસ્થા આપવામાં આવી નથી અને એમની પાસે આ વેરો વસૂલ કરવાની માગણી કઈ રીતે કરવામાં આવી છે એ સમજાતું નથી આ બાબતની તમામ જાણકારી લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર જે 400 રૂપિયા ગટર વેરો લગાવીને માગણા બીલ આપેલા છે એમાંથી આ 400 રૂપિયા રદ કરી નવા માગણા બીલ આપવા ગાંચી વાસ ના રહીશોની માગણી છે
આ વિસ્તારના રહીશોને અંનડર ગ્રાઉન્ડ ગટર ની કોઈ જ સુવિધા કરી આપવામાં આવી નથી જેમના સંડાશ ના કુવા આજ પણ ચાલુ છે અને એમના કનેક્શન કૂવામાં જ આપેલા છે તો આ વેરો કઈ રીતે લેવામાં આવે છે એ સમજાતું નથી આ બાબતે સંપૂર્ણ તપાસ કરીને આ વિસ્તારના જે મકાનોને આ સુવિધા નથી મળી તેમને આ વેરો રદ કરી આપો એવી આ વિસ્તારના રહીશોની માગણી છે