ભાજપના નેતાની સ્કૂલમાં RTEના નિયમોના ધજાગરા:એક, બે નહીં 80 વિદ્યાર્થીઓ પાસેથી કાયદા વિરૂદ્ધ ફી ઉઘરાવી, PMને ફરિયાદ બાદ તપાસ...( રાજ કાપડિયા ,9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )સમગ્ર ભારતમાં શિક્ષણનો સ્તર ઊંચો લાવવા અને કોઈપણ વિદ્યાર્થી પૈસાના અભાવે સારા તેમજ યોગ્ય શિક્ષણથી વંચિત ન રહે એ માટે વર્ષ 2009માં RTEનો કાયદો લાગુ કરાયો હતો. તમામ પ્રાઇવેટ સ્કૂલને આ કાયદા હેઠળ પોતાની શાળામાં RTEના વિદ્યાર્થીને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું હોય છે.અગાઉ આવા વિદ્યાર્થીઓ સાથે શાળામાં અન્યાયભર્યું વર્તન કરાતું હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, પરંતુ દેવગઢબારિયાની રત્નદીપ સ્કૂલે તો બધી હદ વટાવી દીધી છે. આ સ્કૂલે RTEનાવિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. આવા એક, બે નહીં, પણ 80થી વધુ વિદ્યાર્થીઓ છે. ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત સ્વીકારી છે કે આ સ્કૂલે RTE એક્ટનો ભંગ કર્યો છે.
દેવગઢબારિયામાં આવેલી રત્નદીપ સ્કૂલ.
આ સ્કૂલ બીજા કોઇની નહીં, પણ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે. રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ છે. ( રાજ કાપડિયા 987910646 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) આ મામલાની હકીકત જાણવા દિવ્ય ભાસ્કરે જેની પાસેથી ફી વસૂલાઇ તે વિદ્યાર્થીના પિતા, રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ અને દાહોદના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે વાત કરી છે.આ મુદ્દો કેવી રીતે બહાર આવ્યો?
એક વિદ્યાર્થીને RTE એક્ટ હેઠળ ધોરણ 1થી રત્નદીપ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હતું, પરંતુ સ્કૂલે તેની પાસેથી ફી માગી હતી. ફી ન ભરતાં સ્કૂલે તેના વાલીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી બાકીની રકમ નહીં ભરો ત્યાં સુધી તમારા દીકરાના સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. એ પછી વિદ્યાર્થીને ઘરે બેસીને ભણવાની ફરજ પડી હતી. તેના વાલીએ 10મી જુલાઇએ વાલીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને રજૂઆત કરી હતી.
વાલીએ PM મોદીને લખેલો પત્ર, પેજ નં.1
વાલીએ PM મોદીને લખેલો પત્ર, પેજ નં.2.
18 હજાર રૂપિયા ફી ભરી
આ પત્રમાં વાલીએ દાવો કર્યો કે RTE એક્ટ હેઠળ એડમિશન લીધું હોવા છતાં સ્કૂલે પહેલા ધોરણથી જ ફી માગવાનું ચાલુ કર્યું હતું, જેના કારણે અત્યારસુધીમાં તેમણે અલગ અલગ સમયે કુલ 18 હજાર રૂપિયા ફી ભરી છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તરફથી ફી માગવામાં આવે છે.
વિદ્યાર્થી પાસેથી લેવાયેલી ટ્યૂશન ફીની પહોંચ.
વિદ્યાર્થી પાસેથી સ્કૂલ ફી લેવાયાની પહોંચ.
વડાપ્રધાનને રજૂઆત બાદ વાલીએ દાહોદ જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી હતી.
રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપી હતી.
રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપી હતી.
દિવ્ય ભાસ્કરે તપાસ કરી તો જાણવા મળ્યું કે ગેરકાયદે ફી વસૂલતી આ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી ભાજપના નેતા છે. આ સ્કૂલ દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલની છે. ચોંકાવનારી વાત તો એ છે કે માત્ર આ એક જ વિદ્યાર્થી નહીં, પણ 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની ફી વસૂલાઇ છે.
RTE હેઠળ એડમિશન લેનારા 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલાઇ હોવાનું ખૂલ્યું છે.
RTE હેઠળ એડમિશન લેનારા 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલાઇ હોવાનું ખૂલ્યું છે.
દિવ્ય ભાસ્કરે વિદ્યાર્થીના પિતા સાથે વાતચીત કરી હતી.
'પ્રિન્સિપાલે કહ્યું, તારી ફી બાકી છે'
વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે મારા પુત્રને RTE હેઠળ રત્નદીપ સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. મારા બાળક પાસેથી શાળા તરફથી ફી માગવામાં આવી રહી છે. પહેલા ધોરણથી જ આ લોકો પ્રેશર કરતા હતા કે ફી ભરો, પછી જ બાળકને શાળાએ મોકલો. અગાઉ મેં 5-5 હજારના બે હપતા અને બીજા 3 હજાર રૂપિયા ભર્યા છે. આ પછી થોડા દિવસ પહેલાં મારો દીકરો શાળાએ ગયો ત્યારે પ્રિન્સિપાલે તેને પાછો મોકલ્યો અને કહ્યું કે તારા પપ્પાને બોલાવ, તારી ફી બાકી છે.
'ફી ન ભરાય ત્યાં સુધી સ્કૂલે આવવાની ના પાડી'
વિદ્યાર્થીના પિતા આગળ કહે છે, આ પછી મેં વાતચીત કરી કે કેટલી ફી બાકી છે તો મને કહેવામાં આવ્યું કે તમારી 86 હજાર રૂપિયા ફી બાકી છે. એ ભરી દો અને બાળકને શાળાએ મોકલો. જો ફી ન ભરી શકાય એમ હોય તો બાળકને શાળાએ ન મોકલતા. આર્થિક તકલીફ હોવાથી હાલ વિદ્યાર્થી ઘરે જ છે. તે સ્કૂલે નથી જઇ શકતો અને ઘરે રહીને પોતાની રીતે અભ્યાસ કરે છે.
સ્કૂલના ટ્રસ્ટીનો લૂલો બચાવ
બાળકના પિતા સાથે વાતચીત બાદ અમે ધર્મેશ કલાલનો પક્ષ જાણવા તેમનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ કલાલે પોતાને બદનામ કરવાનો પ્રયત્ન છે અને એકસ્ટ્રા એક્ટિવિટીના પૈસા લઇએ છીએ એમ કહી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. હકીકતમાં કાયદા હેઠળ RTEના વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ જાતની ફી લઇ જ ન શકાય. એકસ્ટ્રા એક્ટિવિટીની ફી લેવાતી હોવાની વાત પણ સાચી નથી, કેમ કે સ્કૂલે આપેલી પહોંચમાં શિક્ષણ ફીના નામે પૈસા લીધા હોવાનું જણાય છે.
એકસ્ટ્રા એક્ટિવિટીની ફી લીધીઃ ટ્રસ્ટી
ધર્મેશ કલાલે કહ્યું, અમે RTE હેઠળના વિદ્યાર્થીઓને જે એકસ્ટ્રા એક્ટિવિટી કરાવીએ છીએ, ભોજન ચોપડા અને આઇકાર્ડ જેવી વસ્તુઓ આપીએ છીએ એનો ચાર્જ લઇએ છીએ.
અમે પૂછ્યું કે તો પછી પહોંચ કેમ શિક્ષણ ફીની આપો છો?
તેના જવાબમાં લૂલો બચાવ કરતાં ધર્મેશ કલાલ કહે છે કે શાળામાં ફી ભરતી વખતે વાલીઓ અને શાળા કન્ફ્યૂઝ ન થાય એટલા માટે અમે પહોંચમાં તેનું બાયફર્ગેશન નથી કરતા અને ટ્યૂશન ફી નામે જ પહોંચ આપીએ છીએ. હું મારી શાળામાં એકસાથે કોઇ ચોક્કસ ફી માગતો નથી. વાલીઓ પોતાની રીતે ઇન્સ્ટોલમેન્ટમાં ફી આપી શકે છે એટલે કોઇ વાલી ઇન્સ્ટોલમેન્ટ રૂપે 2 હજાર રૂપિયા લઇને આવે તો હું એમાં કંઇ વસ્તુની કેટલી ફી ગણું? એટલા માટે હું ટ્યૂશન ફી નામે જ પહોંચ આપું છું.
અમે પૂછ્યું કે શું તમે જાણો છો કે RTEના વિદ્યાર્થીઓ પાસેથી કોઇ ફી ન લઇ શકાય?
આ પ્રશ્નનો જવાબ આપતાં ધર્મેશ કલાલ કહે છે, અત્યારસુધી મેં તો ક્યારેય એવું જાણ્યુ નથી કે કોઇ પ્રકારની ફી ન લઇ શકાય, પરંતુ પછી તંત્ર જે કંઇપણ નિર્ણય લેશે એને હું માન્ય રાખીશ.
અમે આગળ પૂછ્યું કે તમને નથી લાગતું કે તમારે ફી ન લેવી જોઇએ?
આ પ્રશ્નના જવાબમાં ધર્મેશ કલાલ કહે છે- ના, મને નથી લાગતું કે ફી ન લેવી જોઇએ. મેં મારા કાગળિયા તૈયાર રાખ્યા છે. આ મને બદનામ કરવા માટેનો આક્ષેપ છે. હું હાઈકોર્ટમાં જવાનો છું.
સુપ્રીમ કોર્ટ સુધી લડવાની ચીમકી આપી
જાણે કોઇ વિદ્યાર્થીના વાલી માટે મામૂલી રકમ હોય તેમ જવાબ આપતાં ધર્મેશ કલાલે ઉમેરી દીધું કે આ માત્ર 60થી 80 હજાર રૂપિયાનો પ્રશ્ન છે. તેઓ કહે છે કે મને અને મારી સ્કૂલને બદનામ કરવાના આ કાવતરા સામે હું સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાનો છું.
તેમણે વિદ્યાર્થીના વાલી પર બ્લેકમેલ કરવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું, અગાઉ મને આ બાબતે બ્લેકમેલ કરવામાં આવ્યો છે. આ વાલીને જો ફીનો પ્રશ્ન હોય તો અત્યારે જ કેમ સવાલ ઉઠાવ્યો? તેમનો દીકરો સાતમા ધોરણમાં આવી ગયો ત્યાં સુધી કેમ કંઇ ન બોલ્યા? અગાઉ તેમણે મને ફોન કરી અને પછી લેખિતમાં અરજી પણ આપેલી છે કે હાલ મારી પાસે સગવડ નથી, હું થોડા સમય પછી ફી ભરી આપીશ.
વાલી અને સ્કૂલના ટ્રસ્ટી સાથે વાત કર્યા બાદ દિવ્ય ભાસ્કરે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) આરત બારિયા સાથે વાતચીત કરી, જેમાં તેમણે રત્નદીપ સ્કૂલે ફી વસૂલીને RTE એક્ટનો ભંગ કર્યો હોવાનું સ્વીકાર્યું છે.
સ્કૂલે RTE એક્ટનો ભંગ કર્યો છેઃ DPEO
DPEO આરત બારિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ મુદ્દે રજૂઆત થયા બાદ આ મામલો અમારા ધ્યાને આવ્યો છે. રત્નદીપ સ્કૂલ RTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલતી હોવાનું સામે આવ્યું છે. ખરેખરમાં RTEના વિદ્યાર્થી પાસેથી કોઇપણ પ્રકારની ફી વસૂલી શકાય નહીં. આ મુદ્દે દેવગઢબારિયા અને દાહોદ તાલુકા શિક્ષણ પ્રાથમિક અધિકારીને સંયુક્ત તપાસ સોંપવામાં આવી છે. આ મુદ્દાનો રિપોર્ટ પણ બની ગયો છે.
વાલીએ જિલ્લા કલેક્ટરને કરેલી ફરિયાદ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ જિલ્લાની તમામ પ્રાઇવેટ સ્કૂલ્સને એક પત્ર લખ્યો હતો, જેમાં RTE એક્ટનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની ચેતવણી અપાઇ હતી.
DPEO ઓફિસે RTE હેઠળ અભ્યાસ કરતાં બાળકો પાસેથી ફી વસૂલાતી હોવાનું જણાવ્યું છે.
DPEO ઓફિસે RTE હેઠળ અભ્યાસ કરતાં બાળકો પાસેથી ફી વસૂલાતી હોવાનું જણાવ્યું છે.
RTE એક્ટમાં શું જોગવાઇ છે?
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે વર્ષ 2009માં બહાર પાડેલા ગેઝેટ પ્રમાણે 6થી 14 વર્ષ સુધીના દરેક બાળકને તેની નજીકની સ્કૂલમાં મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે. (વાલીની આવકમર્યાદાને ધ્યાનમાં રાખીને)
આવા બાળકે કોઇપણ પ્રકારની ફી કે ચાર્જ ભરવાનો થતો નથી.
વર્ષ 2009માં બહાર પડાયેલું ગેઝેટ.
વર્ષ 2009માં બહાર પડાયેલું ગેઝેટ.
ગેઝેટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે RTEના વિદ્યાર્થી પાસેથી કોઈ ફી લઈ ન શકાય.
ગેઝેટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે RTEના વિદ્યાર્થી પાસેથી કોઈ ફી લઈ ન શકાય.