હૈદરાબાદનો બટ્ટિની પરિવાર દર વર્ષે અસ્થમાના દર્દીઓનો જીવંત માછલીની દવા દ્વારા ઈલાજ કરે છે. આ વર્ષ 8 જૂને હૈદરાબાદના પ્રદર્શન મેદાનમાં માછલીના પ્રસાદ ની વહેંચણી કરવામાં આવી હતી આ પ્રસાદી સતત 24 કલાક સુધી વિતરણ કરવામાં આવે છે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) છેલ્લા 180 વર્ષથી હૈદરાબાદનો બટ્ટિની પરિવાર દર વર્ષે મૃગશિરા કર્તેના દિવસે માછલીનો પ્રસાદ વહેંચે છે. આ વર્ષે પણ અહીં આવતા અસ્થમાના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 7 જૂન, શનિવારે રાત્રે વિવિધ રાજ્યોમાંથી લગભગ બે હજાર જેટલા અસ્થમાના દર્દીઓ પ્રદર્શન મેદાનમાં પહોંચ્યા હતા. તેઓ ત્યાં શેડમાં રહે છે અને સ્વયંસેવક સંસ્થાઓ તેમને ભોજન, નાસ્તો તથા પીવાનું પાણી પૂરું પાડે છે.( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) બટ્ટિની અમરનાથ ગૌડે કહ્યું કે તેઓએ લગભગ છ લાખ લોકો માટે પૂરતી માછલી પ્રસાદની દવા તૈયાર કરી છે. શનિવારે સવારથી રવિવારની સવાર સુધી પ્રદર્શન મેદાન અને ત્યારબાદ કાવડીગુડા અને દૂધબાઉલી ખાતે રવિવારની સવારથી સોમવારે સવાર સુધી માછલીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. પ્રસાદ વિતરણ વ્યવસ્થા હેઠળ અજંતા ગેટથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યાંથી માછલીના પ્રસાદ માટે ખાસ ગોઠવાયેલા બેરીકેટ્સની વચ્ચેથી લાઈનમાં ઉભા રહેવું પડે છે. ટોકન્સ પહેલા લેવાના રહેશે. માછલી પ્રસાદના વિતરણ માટે કુલ 32 કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. દિવ્યાંગો, વૃદ્ધો અને બાળકો માટે ખાસ કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું હતું બટ્ટિની પરિવારે માછલીના પ્રસાદના વિતરણ માટે જરૂરી દવા તૈયાર કરી છે. 8 જૂનના રોજ સવારે 9 વાગ્યે તેમના દૂધબાઉલી સ્થિત ઘરે વિશેષ પૂજા કરવામાં આવી હતી તે પછી તેમને એક ખાસ વાહનમાં પ્રદર્શન મેદાનમાં લાવવામાં આવ્યો
સુરક્ષા બંદોબસ્ત મા લગભગ 1200 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માછલીના પ્રસાદના વિતરણની ઉજવણી માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી હતી ગ્રાઉન્ડ પર પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યું હતું શહેરની સુરક્ષા શાખા, ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ તપાસ હાથ ધરી હતી ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા સેવાભાવી સ્વયંસેવક : સંત નિરંકારી સત્સંગના લગભગ 300 કાર્યકર્તાઓએ સેવા આપવા માટે સ્વૈચ્છિક સેવા આપી છે. અગ્રવાલ સમાજ દ્વારા ભંડારા તેમજ ખાના પીણા ની વ્યવસ્થા કરવામાં આવી આરોગ્ય વિભાગના નેજા હેઠળ બે 108 એમ્બ્યુલન્સ અને છ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બે ફાયર એન્જિન તૈયાર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું