ડીસાના મહાદેવીયા નજીક નદીપટમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને માઇન્સ સુપરવાઇઝરે રેડ કરતાં રેતીનું બિનઅધિકૃત ખનન કરતાં 7 ડમ્પર ઝડપાયા હતા. એક ડમ્પર રેતીથી ભરેલું,જ્યારે બાકીના છ ડમ્પર ખાલી હાલતમાં હતા.જ્યારે એક જે.સી.બી. પણ ઝડપાયું હતું.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે સોમવારે ડીસાના મહાદેવીયા નદીપટમાં ગેરકાયદે રેતી ખનન પકડી પાડ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને માઇન્સ સુપરવાઇઝરે તપાસ હાથ ધરી હતી. એક જે.સી.બી. કંપનીનું એક્સકેવેટર મશીન સાદી રેતીનું બિનઅધિકૃત ખનન કરતી હાલતમાં મળી આવ્યું હતું. સાથે અન્ય સાત ડમ્પર પણ ઝડપી પાડયા હતા. 

જેમાંથી એક ડમ્પર રેતીથી ભરેલું હતું.જ્યારે છ ડમ્પર ખાલી હાલતમાં ઝડપ્યા હતા. તમામ વાહનો ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યા હતા. અંદાજીત રૂ. 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.