શ્રી ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે અનુષ્ઠાન તેમજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય ના દિવ્ય આશીર્વાદથી દર વર્ષે સુરેન્દ્રનગરમાં શ્રી ગાયત્રી મંત્ર ના અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ છે.આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન 50 જેટલા ભાવિક ભક્તો અનુષ્ઠાનમાં જોડાયા હતા. તેમજ ઉપવાસ કર્યા હતા અને યજ્ઞનો લાભ લીધો હતો.જ્યારે અનુષ્ઠાન ની પૂણાહુતી ચૈત્ર નવરાત્રી ના નવમા દિવસે તારીખ 30 માર્ચ 2023 ના રોજ પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવેલ હતો. તેમાં જે પરિજનો એ અનુષ્ઠાન કરેલ તેઓ સૌ આ યજ્ઞમાં ભાગ લીધો હતો.આજે ગુરુવારે સવારે નવા જંકશન પાસે કલ્યાણ નગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે યુવાનોના પ્રેરણા સ્તોત્ર , આદર્શ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર ચિન્મય પંડ્યાજી ના જન્મદિવસ નિમિત્તે તેઓના ઉજ્જવળ ભવિષ્ય નિમિત્તે વિશેષ આહુતી આપવામાં આવી હતી.આ યજ્ઞનું સંચાલન જયભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પંચકુડી યજ્ઞના મુખ્ય યજમાન પાર્થ ભાઈ ઠાકર અને ગાયત્રી શક્તિપીઠના યુવા કાર્યકર્તા દિવ્યેશભાઈ ઉપાધ્યાય દ્વારા ગુરુદેવનું સાહિત્ય યજમાનને ભેટ આપવામાં આવ્યું હતું.