ડીસા હાઇવે રિલાયન્સ પંપની બાજુમાં શિવનગર રસ્તા પર તૂટેલા ગટરના સ્લેબ અને ખુલ્લી ગટરો કારણે અકસ્માત નું જોખમ..

ડીસા શહેરમાં નેશનલ હાઇવે પર ગંભીર સમસ્યા સર્જાઈ છે, વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરોના ઢાંકણા ખુલ્લી હાલતમાં છે, આ કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે..

રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં શિવનગર તરફના રસ્તા પર ગટર લાઇનનો સ્લેબ તૂટી ગયો છે, આ માર્ગ પર મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓ ની અવરજવર રહે છે, પરિણામે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે..

નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ લોકોની અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતો પ્રત્યે ધ્યાન આપતા નથી, ખુલ્લી ગટરોમાં પશુઓ અને રાહદારીઓના પડવાના બનાવો પણ નોંધાયા છે..

સ્થાનિક લોકોની માંગ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી તાત્કાલિક ગટરનું સમારકામ કરાવે, ડીસાના ધારાસભ્ય મારફતે પણ આ કામગીરી કરાવવાની માંગણી ઉઠી છે, લોકોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે..