વિશ્વ થેલેસેમીયા દિવસ ની ઉજવણી મા ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી કાલોલ ના સતીષ ભાઈ શાહ ચેરમેન,ડૉ યોગેશ પંડ્યા વાઇસ ચેરમેન, ડૉ પ્રકાશ ઠક્કર, સેક્રેટરી અને પંકજ શેઠ ટ્રેઝરર દ્વારા જણાવાયું છે કે સમગ્ર વિશ્વ માં રેડ ક્રોસ ધ્વારા દર વર્ષે 8 મી મે વિશ્વ રેડ ક્રોસ અને વિશ્વ થેલેસેમીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના સંદર્ભે રેડ ક્રોસ રથ કાલોલ શહેર માં 5/05/2025ના રોજ નગર પાલિકા ખાતે 9:00 વાગે આવનાર છે જેમાં રેડ ક્રોસ સોસાયટી ધ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિ ની માહિતી આપવા માં આવશે અને રથ સમગ્ર કાલોલ શહેર માં ફરશે અને આ પ્રોગ્રામ માં દરેક સભ્ય એ ફરજીયાત રહેશે તેમ જણાવ્યુ છે.