હાલમાં ગુજરાત સરકાર દ્વારા 8 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયું ઉજવી રહ્યું છે ત્યારે ખંભાતના શકરપુર ગામ મુકામે ખંભાતના સીડીપીઓ વંદનાબેન ચૌહાણની અધ્યક્ષતામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઇ હતી.જે દરમિયાન આંગણવાડી વર્કર બહેનો દ્વારા ગ્રામીણજનોને બાળકના પ્રથમ 1000 દિવસની સમજૂતીના ભાગરૂપે નાટક દ્વારા સમજૂતી આપવામાં આવી હતી.જેમાં શક્કરપુરના નર્સબેન તેમજ આશા વર્કર બેને પણ સગર્ભા અવસ્થામાં પ્રાથમિક તપાસ તેમજ મમતા કાર્ડનું મહત્વ સમજાવ્યું હતું.તદુપરાંત પોષણ પખવાડિયાના ભાગરૂપે ગ્રામીણજનોને સીડીપીઓ વંદનાબેન ચૌહાણ દ્વારા પોષણ વિષયક શપથ લેવડાવવામાં આવ્યા હતા.

(સલમાન પઠાણ - ખંભાત)