તા. 28 3 2025 ને શુક્રવારના રોજ અત્રેની શાળા શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મેથળા ખાતે આજના આ આધુનિક યુગમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી ની સાચી સમજ મળી રહે તથા ગણિત અને વિજ્ઞાનમાં રસ -રુચિ વધે તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 તેમજ પુસ્તક પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉસ્તાહભેર ભાગ લીધો હતો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ પ્રાથમિક શાળા મેથળા ,મધુવન અને પ્રતાપરા ના શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રીમતી વર્ષાબેન ચૌહાણ વર્ગ-2 ના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું જેમાં શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
તળાજાના મેથળા ગામે આવિષ્કાર અભિયાન અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 તેમજ પુસ્તક પ્રદર્શન યોજાયું
