રાજુલા તાલુકા નાં વિકટર ગામે આવેલ "વિધા શિખર" સંસ્થા નાં બે વિધાર્થી જવાહર નવોદય પરીક્ષા માં ઉત્તિર્ણ થયાં.
રાજુલા તાલુકા નાં વિકટર ગામે આવેલ વિનામૂલ્ય "વિધા શિખર" સંસ્થા અહિયાં આસપાસ નાં વિધાર્થીઓને છેલ્લા ૭ વર્ષ થી નિઃશુલ્ક શિક્ષણ આપી જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરાવવી વિધાર્થીઓને એક નવી રાહ ચીંધી રહ્યા છે જેમાં જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ -૬ માં પ્રવેશ માટે પરીક્ષામાં લેવામાં આવે છે આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. વિકટર ગામમાં દ્વારકેશ હોસ્પિટલ નાં પ્રાંગણ માં ચાલતી વિના મુલ્યે જવાહર નવોદયની પરીક્ષા ની તૈયારી કરાવતી સંસ્થા "વિધા શિખર" નાં ગુજરીયા તનવીર મનુભાઈ તથા દક્ષ શૈલેષભાઈ પરમાર - પીપાવાવ ધામ નાં બે વિધાર્થી ઉત્તીર્ણ થયા છે ત્યારે વિધાર્થીઓને જ્ઞાન પીરસ્તી "વિધા શિખર" સંસ્થા એ "મન સાથે મહેનત અને સંઘર્ષ કરનારની કદી હાર નથી થતી" આ વાતને સાર્થક કરી છે . આ સંસ્થા માં કુલ ૮૦ જેટલા વિધાર્થીઓને શૈલેષભાઈ રાઠોડ અને મનોજભાઈ રાઠોડ દ્વારા નવોદય નું શિક્ષણ આપવામાં આવે છે. આમ જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને "વિધા શિખર" નું ગૌરવ વધાર્યું છે તે અભિનંદન ની વર્ષા થઈ રહી છે.