રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાર્ક ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતમા તથા દાહોદના પૂર્વ મામલતદાર શ્રી મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથામહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો