ખેડા ઠાસરા તાલુકાના રાણીયા મહીસાગર નદીના બ્રિજ નીચેથી હત્યા કરેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળવાનો મામલો ગઈકાલે હત્યા કરાયેલી હાલતમાં ડેસર તાલુકાના શિહોરા ગામના 32 વર્ષિય યુવક દિનેશ ચુનારાનો મૃતદેહ મળી આવ્યો હતો ડાકોર પોલિસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા સમાજથી વિખૂટા થવાના ડરના કારણે કૌટુંબિક ભાઈએ પોતાની ફોઈ સાસુ ના દીકરા સાથે મળી આપ્યો હત્યાને અંજામ મૃતક યુવાન દિનેશ ચુનારા એ દસ વર્ષ અગાઉ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા આરોપી ભાઈ મહેશ ને સાસરી પક્ષે કુટુંબમાં સામાજીક દબાણ રહેતું હતું તેમજ આરોપી ની પત્નીને સામાજીક રીતે મુશ્કેલી પડતી હતી જેને લઈ આરોપી કાકાના દિકરાએ તેની પત્નીના પિયર પક્ષના ફોઈ સાસુ ના દીકરા રોહિત સાથે મળી ગળું દબાવી હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંક્યો હોવાનો ખુલાસો મૃતક દિનેશ ની હત્યા બરોડા જિલ્લામાં કર્યા બાદ મૃતદેહ મોટર સાઇકલ પર વચ્ચે મૂકીને લાવવામાં આવ્યો મહીસાગર નદીના બ્રિજ પર બ્રિજ પર લાવી આશરે 120 ફૂટ નીચે નદીમાં ફેંકી બંને આરોપી ઘટના સ્થળ પરથી ભાગી ગયેલ ડાકોર પોલીસે આરોપી ભાઈ મહેશ અને તેની ફોઈ સાસુના દીકરા રોહિત ની ધરપકડ કરી વધુ પૂછતા જ હાથ ધરી છે .

રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા