ડીસાના મુડેઠા સરકારી આરોગ્ય પેટા કેન્દ્ર આગળ ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવકને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકાના મુડેઠા ગામના અરણીવાડા રોડ પર ગુરૂવારે સાંજે મુડેઠા ગામના સુરેશસિંહ કુંવરજી રાઠોડ ટીફીન લેવા માટે ઘરે જઇ રહ્યા હતા.
તે દરમિયાન મુડેઠા સરકારી આરોગ્ય પેટા કેન્દ્ર આગળ ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવકને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને ભીલડી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
યુવકનું પોસ્ટમોર્ટમ કરી લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક વાહન મૂકીને નાસી ગયો હતો. આ અંગે ભીલડી પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.