દાંતીવાડાના રામપુરા ગામની 20 વર્ષની યુવતીનું આકસ્મિક મોત થતાં ચકચાર મચી ગઇ છે. દાંતીવાડા તાલુકાના રામપુરા (પાસવાળ) ગામની 20 વર્ષની આશાબેન જેતાભાઇ ચૌધરીનું અચાનક મોત થતાં સમગ્ર પંથકમાં શોક છવાયો હતો.

આશાબેન પાલનપુર ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી હતી. છેલ્લા ચાર દિવસથી બીમાર હતી. સારવાર માટે પાંથાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવી હતી.પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.

આશાબેન ત્રણ બહેન અને બે ભાઇઓમાં મોટી હતી. ધો. 12 સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. નર્સિંગ કોર્સ માટે પાલનપુરમાં રહી અભ્યાસ કરતી હતી. અચાનક મોતથી પરિવાર પર આફત તૂટી પડી હતી. સમગ્ર ચૌધરી સમાજમાં ગમગીન માહોલ છવાયો હતો.