લુંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરી કરવાના ઇરાદાથી ગેરકાયદેસર દેશી તમંચા નંગ-૨ કાર્ટીસ નંગ-૧૦ તથા લોખંડનું સ્ક્રુ ડ્રાઇવર, બાઈકનું લોક તોડવાનું એલએનકી પાનુ, દરવાજાનો લોક તોડવા માટેનો લોખંડનો સળીયો તેમજ મોબાઇલ ફોન નંગ-૦૪ તેમજ જીઓ કંપનીનું રાઉટર નંગ-૦૧,મોટર સાયકલ કુલ-૦૨ સાથે આવેલ આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને રૂ.૯૪,૪૦૦/- ના મુદ્દમાલ સાથે પકડી પાડતી લીમડી પોલીસ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી (IPS) સાહેબ તથા ડૉ.રાજદીપસિંહ ઝાલા (IPS) પોલીસ અધિક્ષક સાહેબ દાહોદ તરફથી જિલ્લામાં ઘરફોડ,વાહન ચોરીના ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને શ્રી ડી.આર.પટેલ નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગ ઝાલોદ નાઓના માર્ગદર્શન હેઠળ લીમડી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી કે.કે.રાજપુત તથા પો.સબ.ઇન્સ. શ્રી એ.કે.કુવાડીયા તથા પોલીસ કર્મચારીઓ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવાની કામગીરીમાં હતા.

ગઈ તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ લીમડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કાંતીકંચન સોસાયટી દાહોદ રોડ લીમડી તા.ઝાલોદ જી.દાહોદ ફરીયાદીએ પોતાની મો.સા.નં.GJ-20-AD-4767 કિ.રૂ.૩૦,૦૦૦/- ની પોતાના ઘરની આગળ લોક મારી પાર્ક કરેલ જે કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી લઇ ગયેલ જે અંગે ફરીયાદીએ સીટીઝન પોર્ટલ ઉપર ઇ-FIR કરેલ જે ઇ-FIR આધારે લીમડી પો.સ્ટે. ગુનો દાખલ થયેલ હતો જે ગુનાવાળી જગ્યા તથા તેની આજુબાજુ વિસ્તારના ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) CCTV ફુટેજનું ટેકનીકલ એનાલીસીસ કરી તેમજ દાહોદ નેત્રમ શાખાની મદદથી આ ચોરી થયેલ મોટર સાયકલ ઉપર બે ઇસમો દેખાયેલ જે બન્ને ઉપર ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સથી સઘન તપાસ કરતા ઉપરોક્ત ચોરી કરેલી મોટર સાયકલ આજરોજ દાહોદ શહેર તરફથી ઝાલોદ બાજુ આવવાની બાતમી અન્વયે લીમડી પો.ઇન્સ. શ્રી કે.કે.રાજપુત નાઓ જરૂરી પોલીસ સ્ટાફ તેમજ પંચો સાથે મીરાખેડી આઉટ પોસ્ટ વિસ્તારમાં વોચમાં હતા તે દરમ્યાન ઉપરોક્ત બાતમી વાળી નંબર પ્લેટ વગરની હોન્ડા સાઇન મોટર સાયકલ આવતા જેના ઉપર બે ઇસમો સવાર હોય જેઓની સઘન પુછપરછ કરતા તેઓએ તેઓના નામ (૧) મોહમ્મદ શાહરૂન S/O શરીફ જાતે.મલીક (તૈલી) હાલ રહે.દાહોદ,

ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.સીકરી, તા.જાનસટ જી. મુઝફફરન. (ઉત્તરપ્રદેશ) તથા મોટર સાયકલ પાછળ બેસેલ ઇસમનું નામ પુછત પોતે પોતાનું નામ (૨) નાશીર S/O આરીફ જાતે.સૈયદ હાલ રહે.દાહોદ, કસ્બા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.ચૌસાના, તા.કેરાણા જી.સામલી (ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવેલ બાદ સદર મોટર સાયકલની નંબર પ્લેટ ન હોય મોબાઇલ પોકેટ કોપ દ્વારા મો.સા.ના એન્જીન,ચેસીસ નંબરથી સર્ચ કરતા સદરહુ ગાડી લીમડી પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ હોય તે હોવાનું જણાઇ આવેલ બાદ બન્ને ઇસમોની અંગ ઝડતી કરતા મોટર સાયકલ ચાલક ઇસમ મોહમ્મદ શાહરૂન S/O શરીફ જાતે.મલીક(તૈલી) હાલ રહે.દાહોદ, કરબા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફફરનગર ( ઉત્તરપ્રદેશ) ના કબજામાંથી એક દેશી તમંચો તથા ચાર જીવતા કાર્ટીસ તેમજ બે મોબાઇલ ફોન મળી આવેલ તેમજ પાછળ બેસેલ ઇસમ નાશીર S/O આરીફ જાતે.સૈયદ હાલ રહે.દાહોદ, કસ્બા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.ચૌસાના, તા.કેરાણા જી.સામલી (ઉત્તરપ્રદેશ)ના કબજામાંથી એક મોબાઇલ ફોન તેમજ એક જીઓ કંપનીનું પોર્ટેબલ રાઉટર મળી આવેલ બાદ પોલીસ દ્વારા વધુ સખતાઈ અને કડકાઈ થી પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે પાછળ પણ અમારો એક સાગરીત TVS કંપનીનું સફેદ કલરનું મોટર સાયકલ લઇને આવે છે અને તે પણ અમારો સાગરીત જ છે બાદ થોડીવારમાં ઉપરોક્ત TVS કંપનીનું સફેદ કલરનું મોટર સાયકલ એક ચાલક ચલાવીને આવતો હોય જેને ઉભો રખાવી તે ઇસમનું નામ પુછતા તેનું નામ (૩) ફરમાન S/O સલીમ અહેમદ જાતે.શેખ હાલ રહે.દાહોદ, કસ્બા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.કસબા ખટોલી, તા.ખટોલી જી.મુઝફ્ફરનગર (ઉત્તરપ્રદેશ) નો હોવાનું જણાવેલ જેની અંગ ઝડતી કરતા તેની પાસેથી એક દેશી તમંચો તેમજ ૦૬ નંગ જીવતા કાર્ટીસ તેમજ એક મોબાઇલ ફોન મળી આવેલ અને પોતે કપડાની ફેરી કરી. ગામડે ગામડે ફરતો હોય મોટર સાયકલના અગળના ભાગે નવા જીન્સ પેન્ટનું પોટલુ હોય જે ખોલી જોતા તેની અંદરથી એક લોખંડનો સળીયો,એક મોટુ સ્ક્રુ ડ્રાઇવર તેમજ મોટર સાયકલનું લોક તોડવાની એલએનકી પાનુ મળી આવેલ અને ઉપરોક્ત હથીયારો બાબતે સઘન પુછપરછ કરતા આ હથીયારો તેમને મોહમ્મદ જાવેદ S/O ખલીલ અહેમદ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફ્ફરનગર ( ઉત્તરપ્રદેશ) નાઓએ આપેલ હોવાનું જણાવેલ. અહેમદ જાતે. રહે -

પકડાયેલ આરોપીઓની સઘન પુછપરછ કરતા આરોપી શાહરૂને સહ આરોપી જાવેદ સાથે મળી લીમડી ખાતે તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ બાઈક ચોરી કરેલાની કબૂલાત કરેલ. આ ઉપરાંત ૧૨ દિવસ પહેલા મધ્યપ્રદેશના ચંદ્રશેખર આઝાદ નગરથી TVS કંપનીનું મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે અને આ ચોરી કરેલ મોટરસાયકલો ઉપર હથિયારો સાથે મોહમ્મદ શાહરૂન S/O શરીફ જાતે.મલીક(તૈલી) હાલ રહે.દાહોદ, કસ્બા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફ્ફરનગર ( ઉત્તરપ્રદેશ) તથા નાશીર S/O આરીફ જાતે.સૈયદ હાલ રહે.દાહોદ, કસ્બા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.ચૌસાના, તા.કેરાણા જી.સામલી ( ઉત્તરપ્રદેશ) તથા ફરમાન S/O સલીમ

અહેમદ જાતે.શેખ હાલ રહે.દાહોદ, કસ્બા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.કસબા ખટોલી, તા.ખટોલી જી.મુઝફફરનગર (ઉત્તરપ્રદેશ) તેમજ પકડવાનો બાકી આરોપી મોહમ્મદ જાવેદ S/O ખલીલ અહેમદ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફફરનગર (ઉત્તરપ્રદેશ) દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં એક કરીયાણાના હોલસેલ વેપારી જે સોનાના ઘરેણા પહેરી દુકાને બેસતા હતા તેને દુકાન બંધ કરી ઘરે જતા સમયે આરોપીઓએ પોતાની પાસે રાખેલ દેશી તમંચાની અણીએ લુંટ કરવા માટે રેકી કરી હતી. તેમજ પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર ખાતે બામરોલી રોડ વિસ્તારની સુદામા પાર્ક સોસાયટી તથા કનેલાવ તળાવ વિસ્તારમા આવેલ સોસાયટીઓના મકાનોમાં લુંટ કરવા માટે રેકી કરી હતી જે આરોપીઓની પુછપરછ દરમ્યાન ખુલેલ ๒.

આ ઉપરાંત આરોપી મોહમ્મદ જાવેદ તથા મોહમ્મદ શાહરૂને લીમખેડાના પાણીયા ગામે બંધ મકાનનું તાળુ તોડી ઘરફોડ ચોરી કરેલાની હકીકત જણાઇ આવેલ છે.

મોડસ ઓપરેન્ડી:-

ઉપરોક્ત પકડાયેલ ત્રણેય ઇસમોને પુછપરછ કરતા પોતે ભારતના અલગ અલગ રાજ્યોના અલગ-અલગ શહેરોમાં ભાડેથી મકાન રાખી કપડા વેચવાની ફેરી કરી ખુલ્લી જગ્યાએ પાર્ક કરેલ મોટર સાયકલના લોક તોડી ચોરી કરી તે મોટરસાયકલો ઉપર સોના-ચાંદીના ઘરેણા પહેરેલા દુકાનદારોની રેકી તેમજ બંધ મકાનોમાં ઘરફોડ કરતા અને ચોરી દરમ્યાન કોઈ પ્રતિકાર કરે તો પોતાની સાથેના હથિયારથી ફાયરીંગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે.

તેમજ આ આરોપીઓ પૈકી (૧) મોહમ્મદ શાહરૂન S/O શરીફ જાતે.મલીક (તૈલી) હાલ રહે.દાહોદ, કસ્બા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફ્ફરનગર (ઉત્તરપ્રદેશ) તેમજ પકડવાનો બાકી આરોપી (૨) મોહમ્મદ જાવેદ S/O ખલીલ અહેમદ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફ્ફરનગર (ઉત્તરપ્રદેશ) નાઓ પંજાબ, ચંદીગઢ, હરીયાણા, ઉતરાંચલ રાજ્યોમાં અગાઉ કપડા વેચવાની ફેરી કરી અવાર નવાર ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જણાવેલ તેમજ વધુમાં ચોરી દરમ્યાન જો કોઈ પ્રતિકાર કરે તો પોતાની પાસેના હથિયારમાંથી ફાયરીંગ કર્યા હોવાની ચોંકાવનારી વિગત પણ ધ્યાને આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧) મોહમ્મદ શાહરૂન S/O શરીફ જાતે.મલીક(તૈલી) હાલ રહે.દાહોદ, કસ્બા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફફરનગર (ઉત્તરપ્રદેશ)

(૨) નાશીર S/O આરીફ જાતે.સૈયદ હાલ રહે.દાહોદ, કસ્બા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.ચૌસાના, તા.કેરાણા જી.સામલી (ઉત્તરપ્રદેશ)

(૩) ફરમાન S/O સલીમ અહેમદ જાતે.શેખ હાલ રહે.દાહોદ, કરબા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.કસબા ખટોલી, તા.ખટોલી જી.મુઝફફરનગર (ઉત્તરપ્રદેશ)

પકડવાના બાકી આરોપી:-

(૧) મોહમ્મદ જાવેદ S/O ખલીલ અહેમદ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફફરનગર (ઉત્તરપ્રદેશ)

હાલ આરોપી વિરૂધ્ધ ઉપરોક્ત ગુનાના કામે લીમડી પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૩૮૩/૨૦૨૫ આર્મ્સ એક્ટ કલમ.૨૫(૧-બી)(એ) વિગેરેથી ગુનો નોંધવામાં આવેલ છે.

ડીટેક્ટ થયેલ ગુના:-

(૧) લીમડી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૮૨૧૦૩૩૨૫૦૩૩૩/૨૦૨૫ ભારતીય અધિનીયમ-૨૦૨૩ ની કલમ. ૩૦૩(૨) મુજબ. ન્યાય સંહીતા

(૨) લીમખેડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૧૦૩૫૨૫૦૨૮૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા અધિનીયમ-૨૦૨૩ ની કલમ.૩૩૧ (૩),૩૦૫(એ) મુજબ.

ગુનાહીત ઇતિહાસ:-

મોહમ્મદ જાવેદ S/O ખલીલ અહેમદ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફ્ફરનગર (ઉત્તરપ્રદેશ)

(૧) ઝીરાકપુર પોલીસ સ્ટેશન (પંજાબ રાજ્ય) ગુ.ર.નં.૦૪૨૧/૨૦૨૧ ઈ.પી.કો. કલમ. ૩૮૨,૧૨૦(બી) મુજબ.

(૨) રણજીતનગર પોલીસ સ્ટેશન (દીલ્લી) ગુ.ર.નં.૩૯૯૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ. ૩૭૯, ૪૧૧ મુજબ.

(૩) રનહોલા પોલીસ સ્ટેશન (ઉત્તરપ્રદેશ રાજ્ય) ગુ.ર.નં.૩૯૯૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ.૩૭૯ મુજબ.

(૪) મંગલોર પોલીસ સ્ટેશન (ઉતરાંચલ રાજ્ય) ગુ.ર.નં.૦૦૧૯/૨૦૨૩ ઈ.પી.કો. કલમ.૩૮૦,૪૫૪,૪૧૧ મુજબ

મોહમ્મદ શાહરૂન S/O શરીફ જાતે.મલીક (તૈલી) હાલ રહે.દાહોદ, કસ્બા ઘાંચીવાડ, ગરબાડા ચોકડી પાસે તા.જી.દાહોદ મુળ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફફરનગર (ઉત્તરપ્રદેશ)

(૧) ખાનપુર પોલીસ સ્ટેશન (ઉતરાંચલ રાજ્ય) ગુ.ર.નં.૦૧૩૭/૨૦૧૯ આર્મ્સ એક્ટ કલમ.૩,૨૫ મુજબ

(૨) મંગલોર પોલીસ સ્ટેશન (ઉતરાંચલ રાજ્ય) ગુ.ર.નં.૦૦૧૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.૩૮૦,૪૫૪,૪૧૧

(૩) ઝીરાકપુર પોલીસ સ્ટેશન (પંજાબ રાજ્ય) ગુ.ર.નં.૦૪૨૧/૨૦૨૧ ઈ.પી.કો. કલમ.૩૮૨,૧૨૦(બી) મુજબ.

તેમજ ઉપરોક્ત પકડાયેલ હાલનો આરોપી પોલીસ તપાસ દરમ્યાન કબુલાત કરેલ છે કે

- ચંદીગઢ શહેર-

(૧) ચંદીગઢ શહેરના મુલ્લાપુર વિસ્તારમાં આજથી આશરે સાત મહીના પહેલા ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.

> પંજાબ રાજ્ય-

(૧) આજથી આશરે સાત મહીના અગાઉ તે અને તેનો સાગરીત મોહમ્મદ જાવેદ S/O ખલીલ અહેમદ રહે.સીકરી, તા.જાનસટ જી.મુઝફ્ફરનગર ( ઉત્તરપ્રદેશ) વાળાઓ ચોરી કરવા જતા ઘર માલીક તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારના માણસો આવી જતા દેશી કટ્ટાથી હવામાં ફાયરીંગ કરી ત્યાંથી ભાગી ગયા હોવાની કબુલત કરેલ છે.

> મધ્યપ્રદેશ રાજ્ય-

(૧) મધ્યપ્રદેશ રાજ્યના ઝાબુઆ શહેરમાં આજથી આશરે ૧૦ દિવસ ઉપર દિવસે બંધ ઘરમાં ઘરફોડ કર્યા હોવાની કબુલાત કરેલ છે.

(૨) મધ્યપ્રદેશ રાજ્યના ઝાબુઆ જીલ્લાના અલીરાજપુર તાલુકાના ચંદ્રશેખર આઝાદ નગર પાસેથી TVS કંપનીનું મોટર સાયકલ આજથી આશરે ૧૨ દિવસ ઉપર ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.

તેમજ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જઇ મોટર સાયકલ ચોરી,કપડાની ફેરીનો વ્યવસાયનો ઢોંગ કરી ચાલીઓમાં જઇ રૂમો ભાડે રાખી કેટલા ગુના આચર્યા છે જેની હાલ સઘન પુછપરછ કરી આંતરરાજ્ય પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરી હાલ વધુ પોલીસ તપાસ ચાલુ છે. તેમજ પકડાયેલ આરોપીઓ હાલમાં (૦૭) સાત દિવસના રીમાન્ડ ઉપર છે.