દાહોદ શહેરમાં સિંધી સોસાયટી | ખાતે રહેતાં ૩૬ વર્ષિય હિમાંશુ ત્રીકમદાસ ગોલાણીને તેમની પત્ની જયા હિમાંશુ ગોલાણી તથા જયાના પિયર પક્ષના હેમાબેન દિલીપકુમાર ધનકાણી, મોનીકાબેન દિલીપકુમાર ધનકાણી અને કૌશલ્યાબેન અડવાણી (ત્રણેય રહે. સરદારનગર, અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે જયા સાથે તેનાલગ્ન તા. ૫ જુલાઇ ૨૦૨૩ના રોજ, થયા હતા. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )લગ્નના થોડા સમય બાદ જયા સાથે અણબનાવ થયો હતો અને ઝઘડા થતા રહેતા હતા. દરમિયાન | ૬ મહિના પહેલા જયા પિયરમાં અમદાવાદ ખાતે જતી રહી હતી અને પરત ફરી નથી. દરમિયાન જાણવા મળ્યુ કે જયાએ જતા પહેલા ઘરની તિજોરીમાંથી રોકડ અને લાખની મત્તા પોતાની સાથે લઈ ગઈ છે અનેને આ કામમાં જયાના પિયર પક્ષની ત્રણ મહિલાઓ પણ સામેલ છે. હિમાંશુ ગોલાણીની ફરિયાદના આધારે દાહોદ એ ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી છે અને હવે આ મામલે અમદાવાદ પહોંચીને હિમાંશુની પત્ની જયાનું નિવેદન લેવાની કાર્ય વાહી શરૂ કરી છે 

દાહોદમાં એક પતિને પત્ની સામે રૂ.૧૬ લાખના ઘરેણાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. પતિનું કહેવું છે કે પત્ની તેના પિયર પક્ષની ત્રણ મહિલાઓ સાર્થે મળીને મારા ઘરમાંથી દાગીના ઉઠાવીને અમદાવાદ ખાતે પીયરમાં જતી રહી છે. પતિના આક્ષેપો અંગે દાહોદ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંદીને તપાસ શરૂ કરી છે.